કાયદા અને કાનૂનના સરેઆમ ધજાગરા! BJP નેતાની ભરબજારે ગોળી મારી હત્યા
મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી હાલ એક મોટી ઘટના સામે આવી રહી છે. ઈન્દોરમાં બીજેપી (BJP) યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકના એવા મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. . આ ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિમનબાગ વિસ્તારમાં બની હતી. મોનુ કલ્યાણેને પિયુષ અને અર્જુન નામના બે વ્યક્તિઓએ ગોળી મારી હતી. તેઓ મોનુ ઉપર હુમલો કરીને ફરાર થયા હતા, જેમની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અનુસાર આ હત્યા જૂની અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
BJP યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષની ગોળી મારી કરાઇ હત્યા
#Indore में बदमाशों ने भाजपा नेता Monu Kalyan को गोली मारकर हत्या कर दी। शुरुआती जानकारी के अनुसार पुरानी बात को लेकर #BJP नेता मोनू के साथ बदमाश Piyush और Arjun के बीच कहासुनी हो रही थी। विवाद इतना बढ़ गया कि पीयूष और अर्जुन ने मोनू के सीने पर गोली चला दी। वारदात को अंजाम देने… pic.twitter.com/VQnlNHMhkI
— MP First (@MPfirstofficial) June 23, 2024
સમગ્ર ઘટના એમ છે કે, ભારતીય જનતા પાર્ટીના (BJP) શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણે ચિકન બાગના ચોક પાસે ઉભા હતા, ત્યારે બાઇક સવાર અર્જુન અને પીયૂષ મોનુ કલ્યાણેની નજીક પહોંચ્યા. બંનેએ પૂછ્યું કે સવારે ભગવા રેલીનો સમય શું છે? અર્જુને આ સવાલ પૂછતા જ તેણે પાછળથી પોતાની પિસ્તોલ કાઢી અને બીજેપી નેતાની છાતી પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી. ગોળી વાગ્યા બાદ મોનુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મોનુને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબ દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. અઆ ઘટના ભર બજારમાં બની હોવાની કારણે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
જૂની અદાવતને કારણે કરાઇ હત્યા
હાલ મળતી માહિતી અનુસાર, મૃતક મોનુ કલ્યાણે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકનો માણસ હતો. તેની હત્યા અર્જુન અને પિયુષે જૂની અદાવતના કારણે કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી (BJP) નેતા મોનુ કલ્યાણ ભગવા યાત્રા કાઢતા હતા. તે તેની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ અર્જુન અને પીયૂષ, બંને બીજેપી નેતાઓ એકબીજામાં હરીફાઈમાં હતા. બંને આરોપીઓ ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ પણ ધરાવે છે. હાલ પોલીસ મોનુના હત્યારાઓનો શોધમાં લાગી છે.
આ પણ વાંચો : NEET પેપર કાંડનું હવે મહારાષ્ટ્ર કનેક્શન આવ્યું સામે, વાંચો અહેવાલ