Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંબોધ્યું

અમિત શાહે મતક્ષેત્રમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો કાર્યક્રમમાં આ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં Central HM Amit Shah: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મતક્ષેત્રમાં સમાવિષ્ટ નારણપુરા...
નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંબોધ્યું
  • અમિત શાહે મતક્ષેત્રમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું

  • પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો

  • કાર્યક્રમમાં આ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં

Central HM Amit Shah: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મતક્ષેત્રમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પૂર્વે શાહે નવા વાડજ ખાતે તાલુકા સેવા સદન અંતર્ગત મામલતદાર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના લોકસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

હું વર્ષો સુધી આ જ વિસ્તારમાં રહ્યો છું

નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે. હું વર્ષો સુધી આ જ વિસ્તારમાં રહ્યો છું અને અહીંથી જ ધારાસભ્ય અને સાંસદ તરીકે ચુંટાયો છું, જે કાર્યકર્તાઓ સાથે કાર્ય કર્યું તે સર્વેને આજે મળવાનો મોકો મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા કમળનું બટન દબાવી મને વિજયી બનાવ્યો તે બદલ આપ સર્વેને કોટી કોટી વંદન કરું છું.

પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નારણપુરા વિસ્તારમાં સર્વાંગી વિકાસબકાતે અનેક કાર્યો કર્યા છે સાથે સાથે તેમાં વિધાનસભા ક્ષેત્રના પ્રત્યેક વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરનો તેટલો જ મહત્વનો ફાળો છે, ભાજપાના શાસનમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ થાય છે અને તેનું લોકાર્પણ પણ થાય છે. નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો જે રીતે વિકાસ થયો છે તે જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ તેમ કહેલું અને આજે કહેતા ગર્વ થાય છે કે, થોડા જ દિવસ અગાઉ પૂર્વ અમદાવાદમાં જ્યારે હું તિરંગા યાત્રામાં સહભાગી થયો ત્યારે પૂર્વ વિસ્તારના અભૂતપૂર્વ વિકાસનો હું સાક્ષી બન્યો છું.

Advertisement

આ પણ વાંચો:Gondal : હોસ્ટલમાં રહેતા ધો. 12 નાં વિદ્યાર્થીની અચાનક તબિયત લથડી, પછી થયું મોત, અનેક સવાલ

પ્રધાનમંત્રી માટે 60% થી પણ વધુ મતદાન કરાવ્યું

અમિત શાહે વધુમાં કહ્યું કે, લોકસભાની ચુંટણીમાં કાળઝાળ ગરમી હોવા છતાય સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઇ મોદીને ફરી એક વખત પ્રધાનમંત્રી બનાવવા માટે પરિશ્રમ કરી 60% થી પણ વધુ મતદાન કરાવ્યું તે બદલ પ્રત્યેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. ટુંક સમયમાં ભાજપાનું સદસ્યતા અભિયાન શરૂ થશે જેમાં પ્રત્યેક બૂથમાં તેમજ વિવિધ સેવા વસ્તીમાં મહત્તમ નાગરિકોને પાર્ટીની વિચારધારા સાથે જોડી સંગઠનનો વ્યાપ વધારવા અમિત શાહે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં આ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં

આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતપી. શાહ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સંયોજક અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદપટેલ, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભગત, સિનિયર આગેવાનો, મ્યુનિસિપલ કાઉન્સિલરઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો: Morbi Murder Case : 9 વર્ષ પહેલા 14 વર્ષીય માસૂમની હત્યાનાં કેસની તપાસ હવે CBI ને સોંપવા HC નો હુકમ

Tags :
Advertisement

.