CRPC Amendment Bill રાજ્યસભામાં પણ થયું પસાર, અમિત શાહે કહ્યું – સરકારના દરેક નિર્ણયો ઉપર શંકા કરવી યોગ્ય નથી
કેન્દ્ર સરકારે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે
રાજ્યસભામાં પણ ગુનાહિત પ્રક્રિયા વિધેયક બિલ 2022 પાસ કરી લીધું છે. કોંગ્રેસે આ
બિલને ગેરકાનૂની ગણાવી તેનો વિરોધ કર્યો હતો.. આ બિલને 2022માં સેલેક્ટ કમિટિને
મોકલવાના પ્રસ્તાવ ઉપર રાજ્યસભામાં વોટિંગ થયું હતું. જેમાં વિપક્ષ આ બિલેને
સિલેક્ટ કમિટિને મોકલવામાં સફળ ન થઈ શક્યું. આ બિલને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું કે હાલના સમયમાં જુની કાનૂન વ્યવસ્થા પૂરતી નથી. એટલે માટે લો
કમિશન તરફથી આ બિલને લઈને ભલામણ કરવામાં આવી હતી. બિલને પસર કરતા અમિત શાહે કહ્યું
કે આ બિલ લાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે કાનૂન વ્યવસ્થાનું રાજ સ્થાપિત થાય.