RajyaSabha 2024 : BJP રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યું નામાંકન
ગુજરાતની રાજ્યસભાની (RajyaSabha 2024) ચાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગઈકાલે નામની જાહેરાત કરી સરપ્રાઇઝ આપ્યા બાદ આજે ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં રાજ્યસભાના (RajyaSabha) સાંસદ માટે નામાંકન ભર્યું છે. ભાજપ દ્વારા ગુજરાતમાંથી (Gujarat) રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P. Nadda), મયંક નાયક, ગોવિંદ ધોળકિયા (Govind Dholakia) અને જસવંતસિહ પરમારે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યાં છે.
રાજ્યસભા ચૂંટણી (RajyaSabha 2024) માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક (Mayank Nayak), ગોવિંદ ધોળકિયા અને જસવંતસિહ પરમારને (Jaswantsih Parmar) ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આજે આ ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ (BJP) રાજ્યસભા માટે ચાર નામોની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા.
Gandhinagar : ગુજરાતમાં મારો સમાવેશ થયો તે મારુ સૌભાગ્ય : જે.પી.નડ્ડા | Gujarat FIRST
ગુજરાતમાં મારો સમાવેશ થયો તે મારુ સૌભાગ્ય : જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરવાનું મને સૌભાગ્ય મળ્યું
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીશ તેની ખુબ ખુશી છે
આદર્શ કાર્યકર્તા બની વિકાસને વેગ આપીશ… pic.twitter.com/tlbZJ9P6zt— Gujarat First (@GujaratFirst) February 15, 2024
ચાર પૈકી ત્રણ ઉમેદવાર ગુજરાતી
રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક આયાતી એવા જે.પી.નડ્ડા (J.P. Nadda) છે. રાજ્યમાંથી ઝોન વાઈઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા (Govind Dholakia) મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું (Saurashtra) પ્રતિનિધિત્વ કરશે. તેમ જ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હવે ગુજરાતના પ્રતિનિધિ બન્યા છે. ઉપરાંત, વિદેશમંત્રી એસ. જયશંકર (S. Jaishankar) પણ ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે.
ડમી ઉમેદવાર તરીકે રજની પટેલનું ફોર્મ ભરાયું
અત્યારે જે બેઠકો ખાલી થઈ છે તેમાંથી મનસુખ માંડવીયા અને પુરસોત્તમ રુપાલાએ (Pursottam Rupala) ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જણાવી દઈએ કે, જે.પી. નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલનું (Rajni Patel) ફોર્મ ભરાયું છે. ઉલ્લેખનીય છે કે, BJP એ ચાર પૈકી માત્ર એક ઉમેદવાર માટે જ ડમી ઉમેદવાર ઊભા રાખ્યા છે. 19 ફેબ્રુઆરીએ સ્ક્રૂટિની બાદ અધિકૃત જાહેર થશે. માહિતી છે કે, ભાજપની 10 મહિલા ધારાસભ્યનું ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને સમર્થન મળ્યું છે.
આ પણ વાંચો - JP NADDA: આજે ગુજરાતથી ફોર્મ ભરવાનો વિશેષ લાભ મળ્યો