JPNadda : કોગ્રેસે આદિવાસીઓની ચિંતા નથી કરી : જે.પી.નડ્ડા
JPNadda : ગુજરાતમાં લોકસભા ચૂંટણી (LoksabhaElection)પ્રચારને લઈ દિગ્ગજ નેતાઓના ધામા છે,અને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે,ત્યારે આજે દાહોદ (Dahod)ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JPNadda)જનસભાને સંબોધી હતી અને કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
દાહોદ સ્માર્ટ સિટી થશે : જે.પી.નડ્ડા
જે.પી.નડ્ડાએ સભાની શરૂઆતમાં કહ્યું હતુ કે,દાહોદને સ્માર્ટ સિટી તરીકે જોડવામાં આવશે,સાથે સાથે આદિવાસી માટે હજી પણ સરકાર યોજના લાવી રહી છે,તમામ લોકોને પાકા મળશે.દોઢ કરોડ સ્વચ્છતા ઘર આદિવાસી વિસ્તારોમાં બનાવ્યા છે.
કોગ્રેસ પર પ્રહાર : જે.પી.નડ્ડા
કોગ્રેસ રાષ્ટ્રવાદની વાત કરે છે,કોંગ્રેસે ધર્મ અને વોટબેંકના નામે રાજનીતિ કરી રહી છે,10 વર્ષ અગાઉ જાતિવાદની રાજનીતિ થતી હતી,કોગ્રેસે આદિવાસીની ચિંતા નથી કરી,મોદી સાહેબે આદિવાસીની ચિંતા કરી છે.ભારત આજે દવા ઉત્પાદનમાં બીજા ક્રમે છે,દવાઓની નિકાસ 138 ટકા વધી ગઇ છે.
ભારત વિકસિત દેશ છે : જે.પી.નડ્ડા
વિકસિત ભારત માટે ભાજપને મત આપો તેવી મારી અપીલ છે,મોદીજીને ત્રીજી વાર ચૂંટો તો ભારત ત્રીજાક્રમનુ અર્થતંત્ર બનશે,ભારત આજે દવાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે,મોદીએ ગરીબોને 5 લાખનું સુરક્ષા કવચ આપ્યું છે.ભારતની રાજનીતિ બદલાવનુ કામ મોદી સાહેબે કર્યુ છે.પીએમના નેતૃત્વમાં આદિવાસીઓને સન્માન મળ્યું છે,દોઢ કરોડ સ્વચ્છતા ઘર આદિવાસી વિકાસ માટે બનાવ્યા છે,વન ધન વિકાસ માટે 4000 કરોડની ફાળવણી કરી છે.આદિવાસી ભાઇ - બહેનોને મોદીજીના નેતૃત્વમાં મળ્યું છે સન્માન,ક્યારેય જનજાતિ ગૌરવ દિવસ નહોતો મનાવાતો.
રાજનીતિનો રીપોર્ટ જુઓ : જે.પી.નડ્ડા
આજે રિપોર્ટ કાર્ડની રાજનીતિ છે,આજે જવાબદારીની રાજનીતિ શરૂ થઇ છે,ભાજપનું પોલિટિક્સ ઓફ રિફોર્મ, પોલિટિક્સ ઓફ પરફોર્મ છે,PM જનમ કાર્યક્રમ હેઠળ 24 કરોડ ખર્ચ થઇ રહ્યા છે.
ઓટોમોબાઈલ સેકટરમાં આપણે આગળ : જે.પી.નડ્ડા
ભારત ત્રીજા નંબરનું ઓટો મોબાઇલ માર્કેટ છે,અગામી સમયમાં આપણે ઓટોમોબાઇલ માર્કેટમાં અવ્વલ હોઈશું,તમારા હાથમાં રહેલા મોબાઇલમાં મેડ ઇન ઇન્ડિયા લખેલુ છે.
કોને ઓળખવુ તે જરૂરી છે : જે.પી.નડ્ડા
અમાસને ઓળખશો નહીં ત્યાં સુધી પૂનમ નહીં સમજાય,અંધકારને નહીં ત્યાં સુધી અજવાળાનું મહત્વ નહી સમજાય,ઘમંડિયા ગઠબંધન માત્ર પોતાનો પરિવાર આગળ વધારવા માટે આગળ આવે છે.
ગાંધીધામમાં નડ્ડા કરશે રોડ-શો
લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ત્રણ દિવસનો જ સમય બાકી છે ત્યારે ચૂંટણી જોરદાર માહોલ જામ્યો છે. કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર માટે તાજેતરમાં ગાંધીધામ ખાતે રેલવેમંત્રી સાથેના સંવાદનો કાર્યક્રમ યોજાયા બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના રોડ શોનું આયોજન કરાયું છે. ગાંધીધામમાં રોડ શોને લઈને શહેરના ગાંધી માર્કેટથી મુખ્ય બજાર સુધી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- મેં પહેલાથી જ કહ્યું હતું કે બે સીટો પર ચૂંટણી લડશે Rahul Gandhi…
આ પણ વાંચો - Shiv Sena નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર થયું ક્રેશ, Video Viral
આ પણ વાંચો - કોંગ્રેસના આ ઉમેદવાર જેને મળી અમેઠી સીટની ટિકિટ, જાણો કોણ છે KL Sharma