Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nepal : ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં 2 બસ તણાઇ...

Nepal : ભારે વરસાદના કારણે પાડોશી દેશ નેપાળ (Nepal) માં દુર્ઘટના સર્જાઇ છે. આજે વહેલી સવારે નેપાળમાં ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં બે બસ તણાઇ ગઇ હતી જેમાં 63 મુસાફરો હોવાનું અનુમાન છે. હાલ બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે....
nepal   ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં 2 બસ તણાઇ

Nepal : ભારે વરસાદના કારણે પાડોશી દેશ નેપાળ (Nepal) માં દુર્ઘટના સર્જાઇ છે. આજે વહેલી સવારે નેપાળમાં ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં બે બસ તણાઇ ગઇ હતી જેમાં 63 મુસાફરો હોવાનું અનુમાન છે. હાલ બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.

Advertisement

ત્રિશુલી નદીમાં લગભગ 63 મુસાફરોને લઈ જતી બે બસો નદીમાં તણાઇ

નેપાળમાં આજે સવારે એક ભયાનક અકસ્માત થયો છે. ભૂસ્ખલનને કારણે બે બસો અકસ્માતનો ભોગ બની હતી. મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર ત્રિશુલી નદીમાં લગભગ 63 મુસાફરોને લઈ જતી બે બસો નદીમાં તણાઇ ગઇ હતી.

Advertisement

બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો હતા

ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દ્રદેવ યાદવે શુક્રવારે વહેલી સવારે નેપાળમાં ભૂસ્ખલનને કારણે સર્જાયેલી દુર્ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. સવારે 3:30 વાગ્યાની આસપાસ ભૂસ્ખલનને કારણે બસો તણાઇ ગઈ હતી.

Advertisement

ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં અવરોધો

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અને રાહતકર્મીઓ ઘટનાસ્થળે છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સતત વરસાદના કારણે તણાઇ થયેલી બસોની શોધમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો---- SUNITA WILLAMS એ અવકાશમાંથી કરી PRESS CONFERENCE, કહ્યું – અવકાશયાન અમને ઘરે પહોંચાડશે!

આ પણ વાંચો---- Mistress Marley News: પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા!

આ પણ વાંચો---- New York : આકાશમાં બે વિમાન અથડાતા બચ્યા, Video તમારા રૂંવાડા કરી દેશે ઉંભા

આ પણ વાંચો--- Peshawar : સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગતા….

Tags :
Advertisement

.