Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુસાફરો ચેતજો કચ્છ અને સૌરાષ્ટ્રની આટલી ટ્રેનો રદ્દ

બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજે વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને અમદાવાદ સુધી અટકાવી દેવામાં આવી છે. જ્યારે આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ...
મુસાફરો ચેતજો કચ્છ અને સૌરાષ્ટ્રની આટલી ટ્રેનો રદ્દ
Advertisement
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજે વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને અમદાવાદ સુધી અટકાવી દેવામાં આવી છે. જ્યારે આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે બિપોરજોયની અસર આવતીકાલથી ઘાતક રીતે વર્તાવાની શરૂ થવાની છે ત્યારે આજ રાતે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભાવનગર- ઓખા એકસપ્રેસ ટ્રેન ત્રણ દિવસ માટે રદ્દ કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રની અમુક ટ્રેનો પણ આગામી 14 થી 15 જૂન સુધી બંધ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે દ્વારા કોઈ પણ ઈમરજન્સીને પહોંચી શકાય તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ રેલવે વિભાગ દ્વારા પણ કોઈ મુશ્કેલી આવે તેના માટે તંત્રને મદદ કરવા તૈયારીઓ શરૂ કરી છે. બિપોરજોય માટે મુસાફરીઓના સુવિધા માટે રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામનો 02836-239002 અને ભૂજ માટેનો 9724093831 રાખવામાં આવ્યો છે.

બિપોરજોય પ્રભાવિત વિસ્તારોમાં ટ્રેનો રદ્દ
13 થી 16 જૂન સુધી ઓખા - રાજકોટ ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી રાજકોટ - ઓખા ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી વેરાવળ - ઓખા ટ્રેન રદ્દ
જયપુર - ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
ઓખા - બનારસ ટ્રેન 15 જૂને રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા - જગન્નાથ પુરી ટ્રેન અમદાવાદથી ઉપડશે
12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ
13,14 અને 15 જૂન વેરાવળ - અમદાવાદ ટ્રેન રદ
13થી 16 જૂને વેરાવળ - જબલપુર - વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે
13 થી 15 જૂન વેરાવળ - પોરબંદર - વેરાવળ ટ્રેન રદ્દ

આપણ  વાંચો-SURAT: ભારે પવન ફૂંકાતા પબ્લિસિટીના હોર્ડિંગ્સ ઉડ્યા, લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ

Tags :
Advertisement

Trending News

.

×