Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિમાચલ પ્રદેશના ચમોલીમાં ભૂસ્ખલન, બદ્રીનાથ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અવાર ઘટનાઓ સામે આવી છે ત્યારે વરસાદ વચ્ચે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન સતત થઈ રહ્યું છે. આજે બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. રસ્તા પર કાટમાળના કારણે વાહનવ્યવહાર...
હિમાચલ પ્રદેશના ચમોલીમાં ભૂસ્ખલન  બદ્રીનાથ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ
Advertisement

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અવાર ઘટનાઓ સામે આવી છે ત્યારે વરસાદ વચ્ચે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન સતત થઈ રહ્યું છે. આજે બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. રસ્તા પર કાટમાળના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.થરાલી-રતગાંવ રોડ પર થયું ભુસ્ખલન વૃક્ષો સાથે પહાડ પરથી પડ્યા પથ્થરો. કાટમાળ પડતા રસ્તા બંધ થયા

Advertisement

Advertisement

યમુનોત્રી નેશનલ હાઈવે બંધ

પહાડ પરથી પડી રહેલા કાટમાળને કારણે યમુનોત્રી નેશનલ હાઈવે છેલ્લા ચાર દિવસથી બંધ છે, જે હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. અવિરત વરસાદને કારણે, ઉત્તરાખંડમાં 300 થી વધુ રસ્તાઓ બંધ છે, જેને ખોલવા માટે પીએમજીએસવાયને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં તૈનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે પરંતુ વરસાદના કારણે તે ફરીથી બંધ કરવામાં આવી રહ્યા છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

યાત્રાળુઓ પર અસર

આ પહેલા ડબરકોટની પહાડીઓ પરથી પત્થરો પડવાની હૃદયદ્રાવક તસવીર સામે આવી હતી. ડુંગર પરથી પડતા પથ્થરો પણ યાત્રિકોને અસર કરી રહ્યા છે. યાત્રાળુઓના વાહનોને સલામત સ્થળે રોકવામાં આવી રહ્યા છે. હાલમાં જ ડુંગર પરથી પડેલા પથ્થરને કારણે એક પોલીસકર્મીનું મોત થયું છે.

આ પણ  વાંચો-ભારતમાં ટુંક સમયમાં થઇ શકે છે ‘ટેસ્લા’ની એન્ટ્રી, કંપનીના અધિકારીઓ કરશે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલ સાથે મુલાકાત

Tags :
Advertisement

Trending News

.

×