અનિલ અંબાણીએ R-Infra અને Reliance Powerના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ
ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. માર્કેટ રેગ્યુલેટર
સેબીના આદેશ બાદ તેને કોઈપણ લિસ્ટેડ કંપની સાથે સાંકળવા પર રોક લગાવવામાં આવી હતી.
ત્યારબાદ તેણે આ પગલું ભર્યું છે. રિલાયન્સ પાવરે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, સેબીના વચગાળાના આદેશના પાલનમાં અનિલ અંબાણીએ રિલાયન્સ પાવરના બોર્ડમાંથી
રાજીનામું આપ્યું છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કહ્યું કે અનિલ અંબાણીએ સેબીના વચગાળાના
આદેશનું પાલન કરીને તેના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.બીજી તરફ ADAG જૂથની બંને કંપનીઓએ જણાવ્યું હતું કે R-Power અને R-Infraના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે
રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર ડિરેક્ટર રૂપમાં વધારાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. જોકે આ નિમણૂક હાલમાં સામાન્ય સભામાં
સભ્યોની મંજૂરીને આધીન છે.