Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાંસદ ઊટ પર બેસી સંસદ ભવન માટે થયા રવાના, રસ્તામાં પોલીસે અટકાવ્યા અને પછી...

રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુર સંસદીય મતવિસ્તાર (Rajasthan's Banswada-Dungarpur Parliamentary Constituency) ના ભારતીય આદિવાસી પાર્ટી (BAP) સાંસદ રાજકુમાર રોત (Rajkumar Roat) આજે સાંસદ તરીકે શપથ (Oath) લેવા માટે પ્રેસ ક્લબમાંથી ઊટ (Camel) પર બેસી સંસદ ભવન (Parliament House) માટે રવાના થયા હતા. તેમણે...
સાંસદ ઊટ પર બેસી સંસદ ભવન માટે થયા રવાના  રસ્તામાં પોલીસે અટકાવ્યા અને પછી

રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુર સંસદીય મતવિસ્તાર (Rajasthan's Banswada-Dungarpur Parliamentary Constituency) ના ભારતીય આદિવાસી પાર્ટી (BAP) સાંસદ રાજકુમાર રોત (Rajkumar Roat) આજે સાંસદ તરીકે શપથ (Oath) લેવા માટે પ્રેસ ક્લબમાંથી ઊટ (Camel) પર બેસી સંસદ ભવન (Parliament House) માટે રવાના થયા હતા. તેમણે જીદ કરી હતી કે તેઓ ઊટ પર બેસીને સંસદમાં પહોંચીને શપથ લેશે. જોકે, તેઓ સંસદ ભવનમાં પહોંચે તે પહેલા જ પોલીસે તેમને અટકાવી દીધા હતા. આ પછી સાંસદ ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાવી કરી હતી.

Advertisement

જો તેઓ બળદ ગાડા પર સંસદ જઇ શકતા હતા તો હું કેમ નહીં? 

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુરના સાંસદ આજે ઊટ પર બેસીને સંસદ ભવન ખાતે નીકળ્યા હતા. જેમને રસ્તામાં પોલીસે પકડ્યા હતા. પોલીસનું કહેવું છે કે, સંસદ ભવન સંકુલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. જણાવી દઈએ કે આદિવાસી નેતા રાજકુમાર રોત પરંપરાગત પોશાકમાં ઊટ પર બેસી સંસદ ભવન પરિસરમાં જવા માંગતા હતા. તેમણે કહ્યું કે જો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બળદ ગાડા પર સંસદ જઈ શકતા હતા તો તેમને ઊટ પર જતા કેમ રોકવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું કે તેઓ આ કાર્યવાહી સામે ફરિયાદ નોંધાવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની બાંસવાડા બેઠક પરથી પ્રાદેશિક પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી (BAP) ની ટિકિટ પર ચૂંટણી લડનારા રાજકુમાર રોત પહેલા ચૌરાસી સીટથી ધારાસભ્ય હતા. પરંતુ આ પછી તેમણે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. તેમની સામે ભાજપના મહેન્દ્ર જીત સિંહ માલવિયા હતા. તેઓ ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જણાવી દઈએ કે, રાજકુમાર રોતે ભાજપના ઉમેદવારને 2 લાખ 47 વોટથી હરાવ્યા હતા. રોતને ચૂંટણીમાં 8 લાખ 20 હજાર 831 મત મળ્યા હતા. જ્યારે માલવિયાને 5 લાખ 73 હજાર 777 વોટ મળ્યા હતા.

Advertisement

પગપાળા સંસદમાં પ્રવેશ્યા

ઉલ્લેખનીય છે કે, લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિત 261 સાંસદ સભ્યો તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. આ ક્રમમાં આજે રાજકુમાર રોત આદિવાસી પોશાકમાં સંસદ આવવા માટે નીકળ્યા હતા. તે પહેલા જ પોલીસે તેમને અટકાવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ તે પોતે ઊટ પરથી નીચે ઉતરી ગયા હતા અને પગપાળા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો હતો. નોંધનીય છે કે નિર્વિવાદ રીતે ચૂંટાયેલા સ્પીકર આ વખતે વોટિંગ દ્વારા ચૂંટવામાં આવશે કારણ કે ડેપ્યુટી સ્પીકર પદને લઈને પાર્ટી અને વિપક્ષ સર્વસંમતિ સુધી પહોંચી શક્યા નથી.

આ પણ વાંચો - અંતિમ ઘડીએ NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી, હવે વિપક્ષ લોકસભા સ્પીકર માટે ઉમેદવાર ઉતારશે

આ પણ વાંચો - ભારતમાં કેટલી વખત લગાવવામાં આવી Emergency? જાણો કયા સંજોગોમાં લાદી શકાય

Tags :
Advertisement

.