Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BAP ઉમેદવાર રાજકુમારની રેલીમાં રાહુલની ‘ભારત જોડો યાત્રા’ કરતા પણ વધારે ભીડ ઉમટી

BAP candidate Rajkumar: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ઉમેદવારો પોતાનું ઉમેદાવારી ફોર્મ ભરવા જઈ રહ્યાં છે. બાંસવાડા-ડુંગરપુર લોકસભા બેઠકના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને ચોર્યાસી ધારાસભ્ય રાજકુમાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતાં. રાજકુમાર રોતે કહ્યું છે કે કોંગ્રેસે હજુ...
bap ઉમેદવાર રાજકુમારની રેલીમાં રાહુલની ‘ભારત જોડો યાત્રા’ કરતા પણ વધારે ભીડ ઉમટી

BAP candidate Rajkumar: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ઉમેદવારો પોતાનું ઉમેદાવારી ફોર્મ ભરવા જઈ રહ્યાં છે. બાંસવાડા-ડુંગરપુર લોકસભા બેઠકના ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને ચોર્યાસી ધારાસભ્ય રાજકુમાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતાં. રાજકુમાર રોતે કહ્યું છે કે કોંગ્રેસે હજુ સુધી આ લોકસભા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. કોંગ્રેસે અમારી પાર્ટી BAP ને સમર્થન આપવું જોઈએ. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેઓ ઇડીથી ડરે છે.

Advertisement

કોંગ્રેસના નેતાઓ ઈડીના ડરથી ભાજપમાં જોડાય છેઃ રાજકુમાર

બાંસવાડામાં કોલેજ મેદાનમાં પોતાની ફોર્મ ભરતા પહેલા આયોજિત એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ઈડીના ડરના કારણે ભાજપમાં જોડાઈ રહ્યાં છે. પરંતુ લોકો અત્યારે બધુ જાણે છે. વધુમાં તેમણે ભાજપના ઉમેદવાર મહેન્દ્રજીત સિંહ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતાં. વડીલોની લાગણીઓ સાથે રમત કરીને, તેમના સપના સાથે ગેરવર્તન કરીને અને કોંગ્રેસ સાથે દગો કરીને તેઓ ભાજપમાં જોડાયા હતા. બે મહિના પહેલા ભાજપને જુલ્મેબાજ કરનાર કહેનારા હવે ભાજપ અને મોદીના વિચારોથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાયા હોવાનું કહી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, જે લોકો ઈડીથી ડરીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેમના તાળા બંધ કરી દેવા જોઈએ.

ઊંટ પર સવાર થઈ કલેક્ટર કચેરી પહોંચ્યા રાજકુમાર

નોંધનીય છે કે, બીએપીના અન્ય અધિકારીઓએ પણ સભાને સંબોધી હતી. આ પછી કાર્યકરો ઉમેદવારને ઊંટ પર બેસાડીને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. મળતી વિગતો પ્રમાણે તેમની રેલીમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતીં. આ ભીડ અને સમર્થનને જોતા બીએપીના ઉમેદવારની જીત પાક્કી લાગી રહીં છે. ઉલ્લેખનીય છે કે, પાંચ પ્રતિનિધિઓ સાથે, તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઈન્દ્રજીત યાદવને તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા. નામાંકન સભા પહેલા જ બાંસવાડા અને ડુંગરપુરથી મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા.

Advertisement

બીએપીના ઉમેદાવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

મળતી વિગતો પ્રમાણે રાજકુમારની રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરતા પણ વધારે લોકો ઉમટ્યા હતાં. આ રેલી પહેલા તેમણે જનસભાની સંબોધિત પણ કરી હતી. જેમાં તેમણે ભાજપ અને ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પોતાના ભાષણમાં કોંગ્રેસ પર ભારે વ્યંગ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ અત્યારે ઈડીના ડરના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Vijender Singh: કોંગ્રેસના અરમાનો પર ફરી વળ્યું પાણી, બોક્સર વિજેન્દર સિંહે ધારણ કર્યો કેસરિયો

આ પણ વાંચો: Vijender Singh: વિજેન્દર સિંહે કોંગ્રેસે અલવિદા કેમ કહ્યું? મોટા ભાઈ મનોજે જણાવી આખી હકીકત

આ પણ વાંચો: Sanjay Nirupam: સંજય નિરુપમ સામે કોંગ્રેસની કાર્યવાહી, સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નામ હટાવી દીધું

Advertisement
Tags :
Advertisement

.