Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!

Nilesh Kumbani Disappeared : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ની શરૂઆત થઇ ગઇ છે અને પહેલો તબક્કો (First Phase) 19 તારીખે પૂર્ણ થઇ ગયો છે. આ વખતે 7 તબક્કા (7th Phase) માં ચૂંટણી યોજાવાની છે, જેમા ગુજરાતની 7 મે 2024...
02:58 PM Apr 24, 2024 IST | Hardik Shah
Nilesh Kumbhani suddenly disappeared

Nilesh Kumbani Disappeared : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ની શરૂઆત થઇ ગઇ છે અને પહેલો તબક્કો (First Phase) 19 તારીખે પૂર્ણ થઇ ગયો છે. આ વખતે 7 તબક્કા (7th Phase) માં ચૂંટણી યોજાવાની છે, જેમા ગુજરાતની 7 મે 2024 ના રોજ ચૂંટણી (Election) યોજાશે. આ પહેલા ગુજરાતની સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) મેદાને હતા પણ ફોર્મ રદ થયા બાદથી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

નિલેશ કુંભાણી અચાનક ગુમ

નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું ત્યારથી તેઓ ગાયબ છે. મીડિયા સમક્ષ તેઓ હજુ સુધી આવ્યા નથી. ત્યારે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ, નિલેશ કુંભાણી મુંબઈ જતા રહ્યા છે. સૂત્રોનું માનીએ તો તેમનું ફોર્મ રદ થવું અને તે પછી તેમનું અચાનક ગાયબ થઇ જવું દાળમાં કાળું હોવાનું અને કોઇ મોટો ખેલ ખેલાઈ ગયો હોય તેવું દર્શાવે છે. ફોર્મ રદ થયા બાદથી કોંગ્રેસના એક વર્ગમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા જ કોંગ્રેસના કેટલાક નેતાઓએ કુંભાણી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. વળી એવી પણ ચર્ચા થઇ રહી છે કે, આ સમગ્ર પ્રકરણમાં નિલેશ કુંભાણી પોતે જ સામેલ છે.

નિલેશ કુંભાણી જનતાના ગદ્દારના બેનર સાથે થયો હતો વિરોધ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોએ હોબાળો શરૂ કર્યો હતો. જણાવી દઇએ કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. જેને લઇને મંગળવારે કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ હાથમાં “નિલેશ કુંભાણી જનતાના ગદ્દાર” ના બેનર સાથે વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી જતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસ કુંભાણીના ઘરે પહોંચી ટોળાને કાબુમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. અહીં સૌથી મોટી વાત એ છે કે, નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઇ ખબર નથી.

આ પણ વાંચો - Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર

આ પણ વાંચો - Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?

Tags :
candidature formCongresscongress newsGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionNilesh KumbhaniNilesh Kumbhani NewsSuratSurat Congress CandidateSurat news
Next Article