Surat News : સચિન GIDC માં દીવાલ ધરાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
સુરતના સચિન GIDC માં દીવાલ ધરાશાયી થતા 4 વ્યક્તિ દટાયા હોય તેવી જાણકારી સામે આવી છે જેમાંથી 1 વ્યક્તિનું મોત, એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયા છે જયારે અન્ય 2 વ્યક્તિને સારવાર અર્થે દાખલ કરાયા છે. સચિન GIDC રોડ નંબર 2 ની બાજુમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના બની હતી. મહત્વનું છે કે, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહીં છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી આફત જોવા મળી છે. ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં ઘણા દિવસોની વરસાદી માહોલ જામ્યો છે. જો કે વરસાદની અસર અનેક જગ્યાઓ પર જોવા મળી છે. હાલમાં જ એક કન્સ્ટ્રકશન સાઈટ પર દીવાલ ધરાશાયી થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા.
હાલમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ કાટમાળ નીચે દટાયેલા એક શ્રમિકનું મોત થયું હતું. આ સિવાય અન્ય ત્રણ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બનતા બાંધકામના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને કાઢવા માટે તાત્કાલિક એક ક્રેઇનની મદદ લેવામાં આવી હતી અને બીજી બાજુ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
#BreakingNews | સુરત સચિન GIDCમાં દીવાલ ધરાશાયી થતા 4 વ્યક્તિ દટાયા જેમાંથી 1 વ્યક્તિનું મોત, એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયા છે જયારે અન્ય 2 વ્યક્તિને સારવાર અર્થે દાખલ કરાયા છે .#Surat #GIDC #WallCollapse #Death #Injured #injury #FireDepartment #Rescue #gujaratfirst pic.twitter.com/KYAQq1Q6If
— Gujarat First (@GujaratFirst) July 11, 2023
તમને જણાવી દઈએ કે, સુરતના સચિન GIDC રોડ નંબર 2ની બાજુમાં એક સાઇટ પર બાંધકામ ચાલી રહ્યુ હતુ. જેમાં ઘણા બધા શ્રમિકો કામ કરી રહ્યા છે. જો કે આજે સવારે અચાનક જ બાંધકામ કરેલી એક દિવાલ ધરાશાયી થઇ હતી. જેના નીચે ચાર શ્રમિકો દટાઇ ગયા હતા. જેમાંથી ત્રણ ઇજાગ્રસ્ત શ્રમિકોને 108 ની મદદથી તાત્કાલિક સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. આ ત્રણેય શ્રમિક હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Rajkot News : રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં IT વિભાગના દરોડા, સોનીબજારમાં ખળભળાટ