Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

250 કિલો વજન ધરાવતા મગરનું દિલધડક રેસ્ક્યૂ

ભરૂચ (Bharuch) જિલ્લાના પાલેજ પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઇડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર હોવાની જાણ કરવામાં આવતા મગરનું કરવામાં આવ્યું હતું અને જાહેર માર્ગ ઉપર જ મહાકાય મગર ઝડપાઈ જતા લોકોએ રાહત અનુભવ્યો હતો.ભરૂચ જિલ્લોના પાલેજ કિશનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડમાં એક મહાકાય મગર (Crocodile) હોવાની જાણ મહેશ ભાઈએ કરતા વનવિભાગના (Forest Department) અધિકારીને કરવામાં આવી àª
250 કિલો વજન ધરાવતા મગરનું દિલધડક રેસ્ક્યૂ
ભરૂચ (Bharuch) જિલ્લાના પાલેજ પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઇડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર હોવાની જાણ કરવામાં આવતા મગરનું કરવામાં આવ્યું હતું અને જાહેર માર્ગ ઉપર જ મહાકાય મગર ઝડપાઈ જતા લોકોએ રાહત અનુભવ્યો હતો.
ભરૂચ જિલ્લોના પાલેજ કિશનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડમાં એક મહાકાય મગર (Crocodile) હોવાની જાણ મહેશ ભાઈએ કરતા વનવિભાગના (Forest Department) અધિકારીને કરવામાં આવી હતી અને વન વિભાગના અધિકારીઓ સાથે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશભાઈ મિસ્ત્રી સહિત તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મોડી રાત્રે અંધારપટમાં પણ રોડની સાઈડ ઉપર કાસમાં રહેલા મગરનું રેસ્ક્યૂ (Rescue) કરવાની કવાયત કરી હતી અને મોડી રાત્રે એક કલાકોની જહેમત બાદ 250 કિલો વજન અને અંદાજિત 8 ફૂટ લાંબો મગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને સુરક્ષિત રીતે ભરૂચ વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.