Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પુત્રએ પિતા સામે દમ તોડ્યો

Jetpur: જેતપુર રાજકોટ નેશનલ હાઇવે વીરપુર નજીક પાસે ગતરાત્રીના બાઇક પર ગોંડલથી ખરીદી કરી આવી રહેલા પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પુત્રનું કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે પિતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો. બનાવનાં પગલે પરીવાર શોકમગ્ન...
jetpur નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પુત્રએ પિતા સામે દમ તોડ્યો
Advertisement

Jetpur: જેતપુર રાજકોટ નેશનલ હાઇવે વીરપુર નજીક પાસે ગતરાત્રીના બાઇક પર ગોંડલથી ખરીદી કરી આવી રહેલા પિતા-પુત્રને ડમ્પર ચાલકે અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પુત્રનું કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે પિતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો. બનાવનાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. નોંધનીય છે કે, અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પુત્ર ભરતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું

બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના સેલુંકા ગામે રહેતા છગનભાઈ વાળા તથા તેમનો પુત્ર ભરત ઉ.વ.25 ગત રાત્રીના ગોંડલથી ખરીદી કરી પોતાના ઘર તરફ સેલુક આવી રહ્યા હતાં. ત્યારે વિરપુર નજીક રવિ હોટલ પાસે પુરપાટ વેગે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ફંગોળાતા પાછળ બેઠેલા છગનભાઈ વાળને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બાઈક ચાલક તેમનાં પુત્ર ભરતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

Advertisement

એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા

છગનભાઈ ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે મૃતક ભરતભાઈને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયા હતા. આમ પિતાની નજર સામે પુત્રએ દમ તોડતા છગનભાઈ હતપ્રત બન્યા હતા. પિતા-પુત્ર મજૂરી કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતાં બનાવ અંગે વિરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: Bhuj: જાણીતા મોલ “સ્માર્ટ બજાર”માંથી લીધેલી બ્રિટાનીયા કેકમાં નીકળી ઈયળ, કચ્છનું ફુડ વિભાગ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો: Surat : કિંમતી ‘હીરા’ ની ચોરીના કેસમાં એક રાજસ્થાનથી ઝડપાયો, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

આ પણ વાંચો: મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 MMT હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન કર્યું હાંસલ

Tags :
Advertisement

Trending News

.

×