Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone Tragedy : મોરારિ બાપુએ મૃતકોના પરિવાજનોને 5 લાખની સહાય કરી...

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy)માં 32 નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની પણ રચના કરાઇ છે. આ મામલે અનેક લોકો મૃતકોના પરિવારને સહાનુભૂતિઓ આપી રહ્યા છે. ત્યારે મુરારિબાપુએ આ ઘટના અંગે શોક વ્યક્ત...
rajkot game zone tragedy   મોરારિ બાપુએ મૃતકોના પરિવાજનોને 5 લાખની સહાય કરી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy)માં 32 નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની પણ રચના કરાઇ છે. આ મામલે અનેક લોકો મૃતકોના પરિવારને સહાનુભૂતિઓ આપી રહ્યા છે. ત્યારે મુરારિબાપુએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ ફરીયાદ (FIR) દાખલ થઇ છે. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિતના 8 આરોપીઓની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

Advertisement

રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય એ ગોઝારા દિવસ કે રાજકોટમાં આવેલા TRP ગેમઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નિર્દોષ બાળકો સહિત 32 લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે DNA ટેસ્ટ કરવા પડ્યા હતા.

Advertisement

રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકો...

રાજકોટ TRP ગેમઝોન (Rajkot Game Zone Tragedy)ના ચાર સંચાલકોના નામ સામે આવ્યા હતા જેમાંથી એક સંચાલકની ગઇ કાલે સાંજે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા.

યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 8 આરોપી સામે ગુનો...

અંતે પોલીસે આ ગોઝારી ઘટના અંગે ફરીયા દદાખલ કરી છે જેમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 8 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipc ની ધારા304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે આરોપીઓની વિધિવત ધરપકડ કરશે.

Advertisement

ગેમઝોનમાં ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું...

ઉલ્લેખનિય છે કે ગેમઝોનમાં ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આજુબાજુ મોટી સંખ્યામાં પ્લાય અને લાકડાના ટુકડા ફેલાયેલા હતા. આગ લાગતાની સાથે જ તેઓ પણ તેની લપેટમાં આવી ગયા અને 30 સેકન્ડમાં આગ આખા ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી અને 32 લોકોના મોત થયા હતા. સ્થળ પર 1500 લીટર પેટ્રોલ પણ હતું અને તેના કારણે આગે વિકરાળરુપ લઇ લીધું હતું.

આ પણ વાંચો : Rajkot Fire : માત્ર 30 સેકન્ડમાં જ આગ આખા ગેમઝોનમાં ફેલાઈ, પ્રત્યક્ષદર્શીએ જણાવી ભયાનક ક્ષણની કહાની…

આ પણ વાંચો : Rajkot Game Zone Tragedy : CM ભુપેન્દ્ર પટેલે કર્યું SIT નું ગઠન, સહાયની જાહેરત પણ કરી…

આ પણ વાંચો : Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…

Tags :
Advertisement

.