Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક પછી એક 40 વાંદરાઓના મળી આવ્યા મૃતદેહ, ઝેર પીવડાવ્યું હોવાની આશંકા

આંધ્રપ્રદેશના શિલાગામ ગામ પાસે 40 થી વધુ વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા છે. જંગલ વિસ્તારની નજીકનો આ વિસ્તાર શ્રીકાકુલમ જિલ્લાના કાવિતી મંડળમાં આવે છે. સ્થાનિક લોકો અને વન અધિકારીઓને શંકા છે કે વાંદરાઓને પહેલા ઝેર આપવામાં આવ્યું હતું અને બાદમાં તેમના મૃતદેહ ગામની નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. આ વાંદરાઓની તસવીરો પણ સામે આવી છે. તેમને જોઈને એવું લાગે છે કે વાંદરાઓને માર્યા બાદ તેમના શ
એક પછી એક 40 વાંદરાઓના મળી આવ્યા મૃતદેહ  ઝેર પીવડાવ્યું હોવાની આશંકા
આંધ્રપ્રદેશના શિલાગામ ગામ પાસે 40 થી વધુ વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા છે. જંગલ વિસ્તારની નજીકનો આ વિસ્તાર શ્રીકાકુલમ જિલ્લાના કાવિતી મંડળમાં આવે છે. સ્થાનિક લોકો અને વન અધિકારીઓને શંકા છે કે વાંદરાઓને પહેલા ઝેર આપવામાં આવ્યું હતું અને બાદમાં તેમના મૃતદેહ ગામની નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. આ વાંદરાઓની તસવીરો પણ સામે આવી છે. તેમને જોઈને એવું લાગે છે કે વાંદરાઓને માર્યા બાદ તેમના શબને એકઠા કરીને અહીં લાવવામાં આવ્યા છે. ગામના લોકો અને જિલ્લાના અધિકારીઓ આ ઘટનાથી ચોંકી ગયા છે.
વાંદરાઓનું પોસ્ટમોર્ટમ કરાયું
મળી રહેલા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ અહીં કેટલાક વાંદરાઓને બેભાન અવસ્થામાં જોયા. લોકોએ નજીક આવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે તમામ વાંદરાઓ મૃત્યુ પામ્યા છે. વાંદરાઓનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગેની સંપૂર્ણ માહિતી હજુ મળી નથી. સ્થાનિક લોકોએ ઝેર પીને માર્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ઝેર આપનારને સખત સજા થવી જોઈએ. જોકે, તમામ વાંદરાઓ તે બાજુ શા માટે આવ્યા અને કોણે માર્યા તે સ્પષ્ટ નથી. ફોરેસ્ટ ઓફિસર મુરલી ક્રિષ્નાએ જણાવ્યું કે, એનિમલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૃત મળી આવેલા વાંદરાઓનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, પાંચ દિવસમાં રિપોર્ટ આવશે. મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
Advertisement

આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે
23 જાન્યુઆરી, 2022 ના રોજ, તમિલનાડુમાં તિરુચીથી થોડાક કિલોમીટર દૂર નેડુંગુર ખાતે તિરુચી-ચેન્નઈ નેશનલ હાઈવે નજીક ખુલ્લા વિસ્તારમાં 24 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સવારે મૃત વાંદરાઓને જોયા અને તુરંત જ ઘટનાસ્થળે પહોંચેલા વન વિભાગના અધિકારીઓને જાણ કરી. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે 24 વાંદરાઓમાંથી 18 નર અને છ માદા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વાંદરાઓ અન્ય કોઈ જગ્યાએ અથવા જિલ્લામાં પકડાયા હોઈ શકે છે અને તેમના મૃતદેહોને હાઈવે નજીક ફેંકી દેવામાં આવ્યા હતા. તત્કાલીન મુખ્ય વન સંરક્ષક, તિરુચી સર્કલ, એન સતીષના જણાવ્યા અનુસાર, વાંદરાઓના અકુદરતી મૃત્યુની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.
Tags :
Advertisement

.