UP માં વાંદરા 35 લાખ રૂપિયાની ખાંડ ખાઇ ગયા, હવે અધિકારીઓ પાસેથી થશે વસુલી
નવી દિલ્હી : ધી કિસાન સહકારી ચીની મિલ્સ લિમિટેડના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં સફેદ તથા બ્રાઉન ખાંડના ઓડિટમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. સામાન્ય રીતે કીડીઓ ખાંડ ખાઇ જતી હોય છે. જો કે અલિગઢમાં અનોખો મામલો સામે આવ્યો છે. અહીં રહેતા વાંદરા ખાંડની મિલમાંથી 30 દિવસની અંદર 25 લાખ રૂપિયાની 11 ક્વિન્ટલ કરતા વધારે ખાંડ ખાઇ ગયા છે. આ ગોટાળો કિસાન સહકારી ચીની મિલ્સ લિમિટેડના ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યો છે. આ મામલે મેનેજમેન્ટના અધિકારીઓને દોષીત ઠેરવવામાં આવ્યા છે. આ રિપોર્ટ અધિકારીને સોંપવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં ખાંડ વાંદરા કઇ રીતે ખાઇ શકે છે.
કેગ અધિકારી દ્વારા ઓડિટ કરવામાં આવ્યું
જિલ્લા કેગ અધિકારી, સહકારી સમિતીઓ અને પંચાયત લેખા પરીક્ષાએ ખેડૂત સહકારી ચીની મિલ લિમિટેડનું ઓડિટ કર્યું હતું. જે અંતર્ગત ખાંડની મિલના 31 માર્ચ, 2024 સુધીના અંતિમ સ્ટોકની ગણતરી કરવામાં આવી. રિપોર્ટ અનુસાર ખાંડ મિલના ઓક્ટોબર 2023 સુધીનો ડેટા મેચ થઇ રહ્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરી 2024 માં ખાંડનો સ્ટોક 1538.37 ક્વિન્ટલ હતો. જે માર્ચમાં ઘટીને 401.37 ક્વિન્ટલ રહ્યો હતો.
ઓડિટ રિપોર્ટમાં મેનેજર અને એકાઉન્ટન્ટ સહિત કૂલ 6 અધિકારી દોષીત
સહકારી સમિતીઓ અને પંચાયત લેખા પરીક્ષાના સહાયક લેખાત પરીક્ષઆ અધિકારી વિનોદ કુમાર સિંહે પોતાના રિપોર્ટમાં કૂલ 1137 ક્વિન્ટલ ખાંડ હાલનું બજાર મુલ્ય 3100 રૂપિયાના દરે 35.24 લાખ રૂપિયાનું નુકસાન સંસ્થાને પહોંચાડ્યું છે. જેના માટે ઓડિટ રિપોર્ટમાં મેનેજર રાહુલ કુમાર યાદવ, મુખ્ય મેનેજર ઓમપ્રકાશ, રસાયણ શાસ્ત્રી એમ.કે શર્મા, લેખાકાર મહીપાલ સિંહ, સુરક્ષા અધિકારી દલવીરસિંહ, ગોદામ કીપર ગુલાબસિંહ દોષીત જાહેર થયા હતા. રિપોર્ટમાં લખાયું કે, નિયમાનુસાર આ રકમની વસુલી તેમની પાસેથી કરવામાં આવે.
અલીગઢની એકમાત્ર સહકારી ખાંડની મિલ 2021-22 સુધી સંચાલિત રહી હતી. ત્યાર બાદ મિલને અપગ્રેડ કરવા માટે તેને બંધ કરવામાં આવી હતી. શેરડીના ખેડૂતોને શેરડી પાડોશી મિલને મોકલવામાં આવી હતી. આ મિલમાં તૈયાર થતો ખાંડનો જથ્થો ગોડાઉનમાં રહેતો હતો. મોટાભાગની ખાંડ તો વેચાઇ જતી હતી. ઓછી ગુણવત્તાની ખાંડ પણ વેચાઇ જતી હતી. ડોઢ હજાર ક્વિન્ટલ ખાંડ સ્ટોકમાં બચવી અને 1137 ખાંડ વ્યય થવો કોઇ પણ રીતે ગળે ઉતરતું નથી. નિશ્ચિત તેમાં અધિકારીઓ દ્વારા જ ગોટાળા કરવામાં આવ્યા હોય.