Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સવાર સવારમાં જ PM MODI એ....!

DarkDays : 5 જૂન, ઈતિહાસની એ કાળી તારીખ (DarkDays) જ્યારે ઈન્દિરા ગાંધીના એક નિર્ણયની કિંમત અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવનની આહુતિ આપીને ચૂકવવી પડી હતી. વર્ષ 1975માં આ દિવસે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી...
સવાર સવારમાં જ pm modi એ

DarkDays : 5 જૂન, ઈતિહાસની એ કાળી તારીખ (DarkDays) જ્યારે ઈન્દિરા ગાંધીના એક નિર્ણયની કિંમત અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવનની આહુતિ આપીને ચૂકવવી પડી હતી. વર્ષ 1975માં આ દિવસે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાદવામાં આવી હતી અને તે 21 માર્ચ 1977 સુધી એટલે કે 21 મહિના સુધી ચાલી હતી. આજે ઈમરજન્સીને 49 વર્ષ વીતી ગયા છે. પરંતુ ઈતિહાસનો એ કાળો અધ્યાય આજે પણ લોકોના મનમાં જીવંત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ પર તે કાળો દિવસ યાદ કર્યો અને કોંગ્રેસને તેની નીતિઓ યાદ અપાવી. આ સાથે પીએમ મોદીએ તે તમામ લોકોને પણ યાદ કર્યા જેમને આ વિરોધની કિંમત પોતાના જીવથી ચૂકવવી પડી હતી. પીએમ મોદીએ ઈમરજન્સીના 50 વર્ષ પર એક પછી એક 4 પોસ્ટ કરી, જેમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.

Advertisement

અમને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓનો નાશ કર્યો

પીએમ મોદીએ પોતાના પહેલા ટ્વીટમાં કહ્યું કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. #DarkDaysOfEmergency અમને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓનો નાશ કર્યો અને ભારતના બંધારણને કચડી નાખ્યું, જેનો દરેક ભારતીય આદર કરે છે.

Advertisement

સત્તામાં રહેવા માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી

પીએમ મોદીએ પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે સત્તામાં રહેવા માટે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી અને દેશને જેલમાં ફેરવી દીધો. કોંગ્રેસ સાથે અસંમતિ દર્શાવનારને ત્રાસ આપવામાં આવતો હતો. પીએમ મોદીએ કહ્યું કે આવી નીતિઓ સામાજિક રીતે સૌથી નબળા વર્ગોને નિશાન બનાવવા માટે લાગુ કરવામાં આવી હતી.

Advertisement

આ એ જ લોકો છે જેમણે અસંખ્ય પ્રસંગોએ કલમ 356 લાગુ કરી હતી

ત્રીજા ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે, જેમણે ઈમરજન્સી લાદી છે તેમને આપણા બંધારણ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ અધિકાર નથી. પીએમએ કહ્યું કે આ એ જ લોકો છે જેમણે અસંખ્ય પ્રસંગોએ કલમ 356 લાગુ કરી હતી. પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવા, સંઘવાદનો નાશ કરવા અને બંધારણના દરેક પાસાઓનું ઉલ્લંઘન કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું હતું.

તેઓ તેમની પ્રતીકાત્મક્તા દ્વારા બંધારણ પ્રત્યેનો તેમનો અણગમો છુપાવે છે

પીએમ મોદીએ પોતાના ચોથા ટ્વીટમાં કહ્યું કે જે માનસિકતાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી હતી તે જ પાર્ટીમાં હજુ પણ જીવંત છે. જેણે તેનું વાવેતર કર્યું હતું. તેઓ તેમની પ્રતીકાત્મક્તા દ્વારા બંધારણ પ્રત્યેનો તેમનો અણગમો છુપાવે છે. પરંતુ ભારતના લોકોએ તેના કાર્યો જોયા છે અને તેથી જ તેઓએ તેને વારંવાર નકારી કાઢ્યો છે.

ભારતના લોકતંત્ર પરના કાળા ડાઘને 50 વર્ષ

આ પહેલા પીએમ મોદીએ ગઈકાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 25 જૂન એ લોકો માટે એક અવિસ્મરણીય દિવસ છે જેઓ આ દેશના બંધારણની ગરિમાને સમર્પિત છે અને ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે ભારતના લોકતંત્ર પરના કાળા ડાઘને 50 વર્ષ થઈ ગયા છે. ભારતની નવી પેઢી ક્યારેય નહીં ભૂલે કે ભારતના બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું, પીએમ મોદીએ કહ્યું કે આ દિવસે બંધારણના ટુકડા કરવામાં આવ્યા હતા. દેશ જેલમાં ફેરવાઈ ગયો. આજે તેમણે ફરી એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઈમરજન્સી દ્વારા ઘેર્યા છે.

આ પણ વાંચો--- ભારતમાં કેટલી વખત લગાવવામાં આવી Emergency? જાણો કયા સંજોગોમાં લાદી શકાય

Tags :
Advertisement

.