Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિજનૌરમાં 50 વર્ષથી પડી છે ઇન્દિરા ગાંધીની 73 કિલો ચાંદી, નથી કોઇ દાવેદાર, અધિકારીઓ મુંઝાયા

ઈન્દિરા ગાંધી, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન. આયર્ન લેડી તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધી તો આપણી વચ્ચે નથી, પરંતુ તેમની એક અમાનત આજે પણ જમની તેમ સચવાયેલી છે. ઉત્તર પ્રદેશનો બિજનૌર જિલ્લા કોષગારમાં છેલ્લા 50 વર્ષથી ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય ઈન્દિરા ગાંધીની 73 કિલો ચાંદી સચાવેલી છે. આજ સુધી ઈન્દિરા ગાંધીના પરિવાર તરફથી આ ચાંદી પરત લેવા કોઇ આવ્યું નથી. આ ચાંદી પર કોઇએ દાવો પણ નથી કર્યો. વàª
બિજનૌરમાં 50 વર્ષથી પડી છે ઇન્દિરા ગાંધીની 73 કિલો ચાંદી  નથી કોઇ દાવેદાર  અધિકારીઓ મુંઝાયા
ઈન્દિરા ગાંધી, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન. આયર્ન લેડી તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધી તો આપણી વચ્ચે નથી, પરંતુ તેમની એક અમાનત આજે પણ જમની તેમ સચવાયેલી છે. ઉત્તર પ્રદેશનો બિજનૌર જિલ્લા કોષગારમાં છેલ્લા 50 વર્ષથી ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય ઈન્દિરા ગાંધીની 73 કિલો ચાંદી સચાવેલી છે. આજ સુધી ઈન્દિરા ગાંધીના પરિવાર તરફથી આ ચાંદી પરત લેવા કોઇ આવ્યું નથી. આ ચાંદી પર કોઇએ દાવો પણ નથી કર્યો. વર્તમાન કિંમત પ્રમણે આ ચાંદીની કિંમત લગભગ 35 થી 40 લાખ રૂપિયા છે.
આ ચાંદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સોંપવા માટે કોષાગારના અધિકારીઓએ પત્રો પણ લખ્યા છે, પરંતુ આરબીઆઇએ તે ખાનગી મિલકત હોવાનું કહીને તેને લેવાની ના પાડી હતી. ત્યારબાાદ રાજ્ય સરકાર પાસેથી પણ આ અંગે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જો કે ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો ન હતો. આ રીતે ઇન્દિરા ગાંધીની અમાનત આજે પણ બિજનૌર તિજોરીમાં રાખવામાં આવ્યો છે.
આ ચાંદી સાથે ઇન્દિરા ગાંધીનું શું કનેક્શન છે?
તે સમયે એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ બિજનૌરના કલાગઢમાં બનવાનો હતો. વર્ષ 1972માં કાલાગઢ ડેમ શરૂ થવાના લગભગ બે વર્ષ પહેલાની આ વતા છે. જ્યારે ડેમ માટે આભાર માનવા બિજનૌરના લોકોએ ઇન્દિરા ગાંધીને કલાગઢ આવવાનું આમંત્રણ આપ્યું હતું.  જેથી ઇન્દિરા ગાંધી આમંત્રણને માન આપી કલાગઢ આવ્યા હતા. જ્યાં બિજનૌરના લોકો અને કાલાગઢ ડેમ પર કામ કરી રહેલા હજારો કામદારોએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની રજત તુલા કરી હતી. લગભગ 64 કિલો ચાંદી આપવામાં આવી અને ત્યારબાદ પણ લોકો અટક્યા નહીં અને આ ચાંદી લગભગ 73 કિલો સુધી પહોંચી. ઈન્દિરા ગાંધી આ ચાંદી પોતાની સાથે નહોતા લઇ ગયા.
ચાંદીને કોષાગારમાં મુકવામાં આવી
જતી વખતે ઈન્દિરા ગાંધી આ ભેટ પોતાની સાથે નહોતા લઇ ગયા. જેથી તત્કાલીન વહીવટીતંત્ર દ્વારા આ ચાંદી બિજનૌરના જિલ્લા કોષાગારમાં રાખવામાં આવી હતી. ત્યારથી લઇને આજદિન સુધી ઈન્દિરા ગાંધીની આ અમાનતને ત્યાં રાખવામાં આવી છે. ચાંદી પરત કરવા અધિકારીઓ દ્વારા પત્રો પણ લખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.
તે ખાનગી મિલકત છે, કોઇ પરિવારનું દાવો કરશે તો આપવામાં આવશેઃ સૂરજ કુમાર
વરિષ્ઠ કોષાધિકારી સૂરજ કુમારે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 73 કિલો ચાંદી તિજોરીના ડબલ લોકમાં રાખવામાં આવી છે. તે બિજનૌરના લોકોએ તેમને ભેટમાં આપી હતી. આરબીઆઈએ પણ આ ચાંદીને અંગત મિલકત ગણાવીને લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ચાંદીનું શું કરવું તે અંગે સરકાર પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આજ સુધી કોઈએ તેને લેવા માટે દાવો પણ કર્યો નથી. જો પૂર્વ વડાપ્રધાનના પરિવારના સભ્યો દાવો કરશે તો તે  અંગે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કોષાગારના નિયમો પ્રમણે તિજોરીમાં કોઈ ખાનગી મિલકત એક વર્ષથી વધુ સમય સુધી રાખી શકાતી નથી. પરંતુ આ મિલકત છેલ્લા 50 વર્ષથી રાખવામાં આવી છે અને તેને દર વર્ષે દસ્તાવેજોમાં રિન્યુ કરાવવી પડે છે. અત્યારે એ પણ કહી શકાય તેમ નથી કે ગાંધી પરિવારના લોકો આ ચાંદી પાછી લેશે કે છેલ્લા 50 વર્ષની જેમ જિલ્લાની તિજોરીમાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રાખવામાં આવશે.
તે સમયે ચાંદીની કિંમત 400 રુપિયા પ્રતિ કિલો, આજે 60 હજારથી વધુ
જે સમયે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને બિજનૌરના લોકો દ્વારા ચાંદી આપવામાં આવી હતી, તે સમયે તેની કિંમત લગભગ 400 રૂપિયા પ્રતિ કિલો હતી. તેની સામે આજે ચાંદીની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ કિલોથી પણ વધારે છે. વર્તમાન સમયે આ ચાંદીની કુલ કિંમત 40 લાખ રૂપિયાથી પણ વધુ છે. તિજોરીમાં જે ચાંદી છે તે સિક્કા અને સળિયાના રૂપમાં છે. 
Advertisement
Tags :
Advertisement

.