Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નો ત્રીજો તબક્કો (Third Phase) પૂર્ણ થઇ ગયો છે ત્યારે એકવાર ફરી ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj )પ્રેસ કોન્ફરન્સ કરી પરશોત્તમ રૂપાલા માફી (Parshottam Rupala's apology) નામા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજે રાજકોટ ખાતે...
03:23 PM May 08, 2024 IST | Hardik Shah
Kshatriya Samaj

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નો ત્રીજો તબક્કો (Third Phase) પૂર્ણ થઇ ગયો છે ત્યારે એકવાર ફરી ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj )પ્રેસ કોન્ફરન્સ કરી પરશોત્તમ રૂપાલા માફી (Parshottam Rupala's apology) નામા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજે રાજકોટ ખાતે દેવેન્દ્રસિંહ જાડેજા (Devendrasinh Jadeja) અને ભાર્ગવીબા ગોહિલ (Bhargaviba Gohil) એ પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી હતી, જેમા તેમણે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા ફરી માફી માંગી છે તેને પણ રાજકીય માફી ગણાવી છે.

રૂપાલાએ માફી નથી માંગી : દેવેન્દ્રસિંહ જાડેજા

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થઇ ગયું છે. ત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ એકવાર ફરી જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગી છે. આ સાથે તેમણે વિનંતી કરી છે કે હવે મતવાળો અને રાજકીય વિષય નથી રહ્યો. તેમના દ્વારા જાહેર મંચ પર માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ તેમને માફી આપવાના મૂડમાં નથી તેવું જોવા મળી રહ્યું છે. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. દરમિયાન દેવેન્દ્રસિંહ જાડેજાએ સૌ પ્રથમ મીડિયાનો ક્ષત્રિય સમાજના મુદ્દા ચલાવવા અંગે આભાર માન્યો હતો. આગળ તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજે 45 દિવસનું આંદોલન શિસ્તબદ્ધ રીતે ચલાવ્યું છે, જોકે, તે પણ અમારી એક રણનીતિનો ભાગ હતો. આ દરમિયાન અમે શાંતિપૂર્ણ મતદાન કર્યું અને કરાવડાવ્યું હતું. અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય તેવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ સમાજે સંયમથી કોઇ પ્રતિકાર આપ્યા વિના મત એજ શસ્ત્ર તે સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને શાંતિપૂર્ણ મતદાન કરવા અમે લઇ ગયા. તેમણે પરશોત્તમ રૂપાલાની એકવાર ફરી માફી માગવા અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આજ દિન સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજીક પ્લેટફોર્મ પર પરશોત્તમ રૂપાલાએ માફી માંગી નથી.

ક્ષત્રિય બહેનો વિશે જે બોલ્યા તે સ્વીકાર્ય નથી : દેવેન્દ્રસિંહ જાડેજા

દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, તેમણે તેમના પ્લેટફોર્મ પરથી જ માફી માંગી હશે. તેમણે તમામ વસ્તુને રાજકીય રીતે તોલી છે. એટલે અત્યાર સુધીમાં તેમણે જે માફી માંગી તે બધી રાજકીય જ હતી. આજે જ્યારે તેઓ કહે છે કે, બધા તેમ સમજતા હશે કે આ રાજકીય માફી હતી ત્યારે હવે અમે પણ તેવું સમજી રહ્યા છીએ કે આ રાજકીય માફીનો એક ભાગ હતી. આજે પણ એવું દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ માટે તેમણે વધુ માફી માંગી અને પક્ષ માટે માફી માંગી હોય તેવું વધારે દેખાઇ રહ્યું છે. ક્ષત્રિય સમાજ માફી ક્યારે આપશે તે સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. આગળની શું રણનીતિ અને રૂપાલાને માફી આપવી કે નહીં તે અંગે સંકલન સમિતિના જે કોઇ સભ્યો છે તે બેઠકમાં નિર્ણય લેશે. આજે જ્યારે માફીની વાત આવી છે ત્યારે ક્ષત્રિય સમાજ તેમની તમામ વસ્તુને સ્વીકારે છે પણ જ્યારે બહેનોની અસ્મિતાનો સવાલ આવે છે, તે જે બહેનોની અસ્મિત વિશે નબળું બોલ્યા છે તે સ્વીકાર્યને પાત્ર નથી.

આ પણ વાંચો - Kshatriya Samaj : મતદાનના દિવસે તમામ ક્ષત્રિયો…

આ પણ વાંચો - ભાજપનો અંતિમ દાવ! ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર, રૂપાલા અંગે કહી મોટી વાત

Tags :
Bhargaviba GohilDevendrasinh JadejaGujaratGujarat FirstGujarat NewsGujarati NewsKSHATRIYA SAMAJParshottam Rupala's apologypolitical apologyPress Conferencepress conference at RajkotRAJKOTRajkot Newsthird phase
Next Article