Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલની પત્રકાર પરિષદ, 2024ની તૈયારી પર કહ્યું, અમારી તૈયારી....

સુરત (Surat) ખાતે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે (C.R.Patil) પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે દિલ્હી ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં જીતની ચર્ચાઓ અંગે તથા શિર્ષ નેતૃત્વથી લઈ નાનામાં નાના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી આભાર માન્યો હતો તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના મિશન અને તૈયારી અંગે પણ મહત્વની વાત કરી હતી.રાષ્ટ્રીય કારોબારીતેમણે જણાવ્યુ
સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલની પત્રકાર પરિષદ  2024ની તૈયારી પર કહ્યું  અમારી તૈયારી
સુરત (Surat) ખાતે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે (C.R.Patil) પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે દિલ્હી ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં જીતની ચર્ચાઓ અંગે તથા શિર્ષ નેતૃત્વથી લઈ નાનામાં નાના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી આભાર માન્યો હતો તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના મિશન અને તૈયારી અંગે પણ મહત્વની વાત કરી હતી.
રાષ્ટ્રીય કારોબારી
તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારીમાં (National Executive) ગુજરાતના  વિજયની ચર્ચા થઈ, તેની પાછળના પરિબળો, મોદી સાહેબ, શાહ સાહેબ, સંગઠન અને પાર્ટીના કાર્યકર્તાની જહેમતનુ વિષ્લેશણ થયું. રાષ્ટીય કારોબારીમાં અનેક મુદ્દાઓ ચર્ચાયા છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ સાથે  ગુજરાતની જનતા અને પેજ કમિટિના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતની ચૂંટણીમાં સતત સક્રિય રહ્યા અને વિસ્તારમાં જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરી  તેના કારણે ભાજપને ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક કરી શકી છે. ગુજરાતમાં 27 વર્ષ પછી પણ એન્ટીઈન્કમ્બન્સી નડી નથી તેના માટે ગુજરાતના મતદારોનો આભાર વ્યકત કરુ છું. 
2024ની તૈયારીનું બ્યૂગુલ ફૂંકાશે
અમે આગામી 23 અને 24 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 700 જેટલા આગેવાનો અપેક્ષિત છે. જેમાં અમે કેન્દ્રમાં રાષ્ટ્રીય  કારોબારીમાં ચર્ચા કરી મંજુર થયેલા મુદ્દાને અનુમોદન આપીશું. 2024ની ચૂંટણીની તૈયારીનું બ્યૂગુલ ફૂંકીશું જે રીતે ભાજપે જીત મેળવી છે. અમે 1-1 તાલુકા સીટ દીઠ ક્યા બુથમાં મળેલા મતના તફાવતનું વિષ્લેષણ કરીશું.
ગુજરાત ક્યારેય ત્રીજી પાર્ટીને સ્વિકારતા નથી
મને વિશ્વાસ છે કે, 2017માં ભાજપ અને કોંગ્રેસનો તફાવત 19 લાખ હતો તે આ વખતે 80 લાખ થયો છે. જે પત્રકારોને લખીને સરકાર બનાવવાની ખાત્રી આપનારાની 128 સીટો પર ડિપોઝિટ ગઈ છે. 35 સીટોમાં તે કોંગ્રેસની કમજોરીના કારણે તેઓ રનર્સઅપમાં રહ્યાં છે. પરંતુ તેઓ ભાજપની નજીક નથી પહોંચ્યા. ભાજપના ઉમેદવારોએ મેળવેલી લીડ અને આ પાર્ટી વચ્ચે 19 હજારથી માંડી 1 લાખ 20 હજાર સુધીનો તફાવત છે. રનર્સ અપમાં રહ્યાં છે પણ ડિફરન્સ મોટો છે તે એ દર્શાવે છે કે ગુજરાતના લોકો ક્યારેય ત્રીજી પાર્ટીને સ્વિકારતા નથી.
AAP પર નિશાન સાધ્યું
ગુજરાતના લોકો વચનો એને ગેરેંટી કાર્ડના આધારે મત આપતા નથી. તેમના તમામ નેતાઓ બણગા ફૂંકતા હતા તે લીલા તોરણે ઘરે પાછા ગયા છે. તે ગુજરાતના મતદાતાની સમજ છે. તેના માટે ગુજરાતના મતદાતા ભાઈઓનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે 2024ની લોકસભાની ચૂંટણી જે અમે લડવાના છીએ તેમાં પણ અનેક રોકોર્ડ અમે બનાવવાની છીએ તેના માટેની અમારી તૈયારી બીજા જ દિવસે શરૂ થઈ ગઈ છે.
ભાજપ માત્ર વોટ માટે કામ નથી કરતી
કોરોનામાં ભાજપ સિવાય કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ કોરોનાના સમયમાં બહાર દેખાયો નથી. કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ કુપોષિત બાળકો માટે ચાલે છે તેની સાથે ભાજપના સંગઠને પણ લગભગ 3 લાખ જેટલા બાળકોને દત્તલ લઈ રોજ તેમને દુધ અને પોષણ યુક્ત આહાર મળે તે માટે સફળ પ્રયાસ કર્યો. ગુજરાતની તમામ ડેરીઓએ 3 મહિનાઓ સુધી સ્વૈચિક રીતે ફ્રીમાં દુધ અને અનેક અનેક એનજીઓએ પોષણયુક્ત આહારના ડબ્બા આપ્યા, કાર્યકર્તાઓએ પણ આર્થિક સહયોગ કર્યો અને 3 લાખ બાળકોને 3 મહિના સુધી દરરોજ તેમના ઘરે જઈ ખાસ કરી મહિલા કાર્યકર્તાઓએ કામ કર્યું જેના કારણે લોકોને પણ એમ લાગ્યું કે ભાજપ માત્ર વોટ માટે કામ નથી કરતી. તેનાથી પાર્ટી વિથ ડિફર્ન્સની વાત તેમાં સાબિત થઈ.
જીત સાથે જવાબદારી વધે છે
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક રેકોર્ડ સાથે જીત મેળતા ભાજપના કાર્યકર્તાની જવાબદારી પણ વધી છે આ જીતમાં જે મોદી મેજીક ચાલ્યુ છે મોદીજી પ્રત્યેનો ગુજરાતના લોકોનો વિશ્વાસથી ભાજપના ઉમેદવાર તરફી ગુજરાતના લોકોએ મતદાન કર્યું. આ સાથે જ તેમણે પાર્ટીના શિર્ષ નેતૃત્વથી લઈ સૌકોઈનો આભાર માન્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.