Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ

રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદમાં ઓરેન્જ અલર્ટ દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું Monsoon in Gujarat : રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ ખાબક્યો...
monsoon in gujarat   આગામી 6 દિવસ વરસાદની આગાહી  આ જિલ્લાઓ માટે એલર્ટ
  1. રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ
  2. આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
  3. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદમાં ઓરેન્જ અલર્ટ
  4. દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું

Monsoon in Gujarat : રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1 વ્યક્તિનું મોત

છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં મેઘરાજાએ (Monsoon in Gujarat) બેટિંગ કરી છે. નવસારીમાં સાડા 7 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડ્યો છે. જ્યારે ડાંગનાં વધઈમાં સાડા 6 ઇંચ, પરાડા અને ડોલવણમાં 6-6 ઇંચ, આહવા, ખેરગામ અને સોનગઢમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, વલસાડ, ઉમરપાડા, વાલોડ, ગણદેવી, સુબીરમાં અને ચીખલીમાં 4-4 ઇંચ, જ્યારે સુરતના મહુવા,વ્યારા, ગોધરામાં સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં અડધાથી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Advertisement

c

આ પણ વાંચો - Bharuch: હિંદુઓને દુષ્પ્રેરણા કરતી પત્રિકા તૈયાર કરનાર મુફ્તીની કરવામાં આવી ઘરપકડ

Advertisement

દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડે શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો - Bharuch: સોશિયમ મીડિયામાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી અભદ્ર ગાળો લખી, પોલીસે ત્રણ વિધર્મીને દબોચ્યા

Tags :
Advertisement

.