Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Suresh Gopi : "મારા રાજીનામાની વાતો માત્ર..."

Suresh Gopi : રવિવારે મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીએ 12 કલાકમાં જ મંત્રી પદ માટેનો નનૈયો ભણી દેતાં ચકચાર મચી ગઇ હતી. જો કે આ સાંસદ અને મંત્રી સુરેશ ગોપી (Suresh Gopi) એ સ્પષ્ટતા કરી છે કે...
suresh gopi    મારા રાજીનામાની વાતો માત્ર

Suresh Gopi : રવિવારે મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીએ 12 કલાકમાં જ મંત્રી પદ માટેનો નનૈયો ભણી દેતાં ચકચાર મચી ગઇ હતી. જો કે આ સાંસદ અને મંત્રી સુરેશ ગોપી (Suresh Gopi) એ સ્પષ્ટતા કરી છે કે તે રાજીનામું આપવાના નથી. આવી અફવાઓ ફેલાવામાં આવી રહી છે.

Advertisement

ગોપી તેમના પદ પરથી રાજીનામું આપવાના હોવાની અફવા

સુરેશ ગોપી કેરળમાં ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર સાંસદ છે. સુરેશ ગોપી દક્ષિણ ભારતીય ફિલ્મોના પણ સુપરસ્ટાર છે. 9 જૂને તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે મંત્રી તરીકે શપથ લીધા હતા. દરમિયાન એક અફવા ફેલાવા લાગી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે સુરેશ ગોપી તેમના પદ પરથી રાજીનામું આપવા માંગે છે કારણ કે તેમની પાસે ઘણા ફિલ્મ પ્રોજેક્ટ છે અને તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપીને ફિલ્મોમાં કામ કરવા માંગે છે. પરંતુ હવે આ સમાચાર પર ખુદ સુરેશ ગોપીએ ખુલાસો કર્યો છે. સુરેશ ગોપીએ પોતાની ઓફિશિયલ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ શેર કરી છે.

Advertisement

સુરેશ ગોપીએ સત્તાવાર નિવેદન આપ્યું હતું

સુરેશ ગોપીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર અફવા ફેલાવામાં આવી રહી છે કે તેઓ મોદી સરકારના મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી રહ્યા છે. આ ખોટા સમાચાર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધી માટે પ્રતિબદ્ધ છીએ. જો કે ત્યારબાદ તેમણે એક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો અને કહ્યું કે મારે મંત્રી પદની જરુર નથી. તેમણે કહ્યું કે તે જલ્દી મંત્રીમંડળમાંથી મુક્ત થઇ જશે.

ત્રિશૂરથી ભાજપના સાંસદ

જો કે, સુરેશ ગોપીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક નિવેદન શેર કરીને આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેઓ મંત્રી પદને અલવિદા નહીં કહે અને મોદી સરકારના નેતૃત્વમાં કેરળનો વિકાસ કરશે. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી ત્રિશૂર લોકસભા સીટથી સાંસદ છે. કેરળમાં લોકસભાની ચૂંટણીમાં સુરેશ ગોપી પ્રથમ વખત કમળને ખીલવ્યું છે. અહીં તેમનો મુકાબલો સીપીઆઈના સુનિલ કુમાર સાથે થયો હતો, જેમને તેમણે 75 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી સિવાય કેરળના અન્ય એક નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બીજેપી નેતા જ્યોર્જ કુરિયને પણ રવિવારે કેરળમાં મંત્રી પદના શપથ લીધા હતા.

Advertisement

આ પણ વાંચો---- હજું કાલે તો શપથ લીધા અને આજે……

Tags :
Advertisement

.