Modi 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ, સ્પષ્ટ થશે કયા મંત્રીને મળશે કયું મંત્રાલય
Modi 3.0 Cabinet : ભારતમાં 18મી લોકસભાની રચના થઇ ચુકી છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ ચુક્યા છે. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. હવે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઇ રહી છે, જે વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મંત્રીઓ વચ્ચે મંત્રાલયોની વહેંચણી કરવામાં આવશે.
મોદી 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠક
વડા પ્રધાન માટે તેમના ત્રીજા કાર્યકાળમાં 30 કેબિનેટ પ્રધાનો, 5 સ્વતંત્ર પ્રભારી પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 43 એવા મંત્રીઓ છે જેઓ ઓછામાં ઓછા ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. મોદી સરકારમાં 39 મંત્રીઓ કામ કરી ચૂક્યા છે. 6 મંત્રીઓ એવા છે જેઓ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. મોદી 3.0 માં કયા મંત્રીને કયું મંત્રાલય મળશે તે હજી સુધી જાહેર થયું નથી. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સૂત્રોની જો માનીએ તો આ વખતે સી.આર.પાટિલ કે જેઓ ગુજરાત ભાજપાના અધ્યક્ષ રહી ચુક્યા છે તેમને પણ એક ખાતું આપવામાં આવી શકે તેવી ચર્ચા છે. સૂત્રોની માનીએ તો તેમને ટેસ્સ્ટાઈલ વિભાગ (Ministry of Textiles) સોંપવામાં આવી શકે છે. બીજી તરફ મનસુખ માંડવિયાને પણ એક ખાતું આપવામાં આવી શકે છે. અહીં સૂત્રોનું માનવું છે કે, મનસુખ માંડવિયાને રિપિટ કરવામાં આવી શકે છે એટલે કે તેમને આરોગ્ય ખાતું આપવામાં આવી શકે છે. મળતી જાણકારી પ્રમાણે રક્ષા,નાણાં, વિદેશ અને ગૃહ વિભાગ ભાજપ પોતાની પાસે જ રાખશે.
Delhi | PM Modi-led NDA government holds its first Union Cabinet meeting at the beginning of its third term pic.twitter.com/Ixqmtic2Lx
— ANI (@ANI) June 10, 2024
કેબિનેટ બેઠકમાં કયા નેતાઓએ હાજરી આપી?
મોદી 3.0 ના પ્રથમ કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, લાલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિન ગડકરીનો સમાવેશ થાય છે.
મોદી કેબિનેટના આ છે ખાસ ચહેરાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે કેબિનેટ મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. 73 વર્ષીય રાજનાથ સિંહ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ગૃહમંત્રી અને બીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી અને રાજનાથ સિંહ બાદ અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિત શાહે ગૃહ અને સહકાર મંત્રી તરીકે સેવા આપી હતી. 59 વર્ષના અમિત શાહને પાર્ટીના મજબૂત નેતા અને ખાસ રણનીતિકાર માનવામાં આવે છે. આ વખતે અમિત શાહ ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી લગભગ સાડા સાત લાખ મતોથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં હુમલા બાદ નેતાજીએ કહ્યું- હવે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ
આ પણ વાંચો - Delhi : રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી લઈ રહ્યા હતા શપથ, પાછળ લટાર મારી રહ્યો હતો દીપડો! જુઓ Viral Video