Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modi Cabinet 3.0 માં કોને કોને કરવામાં આવ્યા રિપીટ, અહીં સંપૂર્ણ યાદી...

Modi Cabinet 3.0: ભારતમાં માટે આજે ઐતિહાસિત દિવસ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ એનડીએ સાથે ગઠબંધન કરીને સરકાર બની છે. નોંધનીય છે કે, મોદી સરકાર 3.0 ની શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક નેતાઓને ફરીવાર પણ મોદીના કેબિનેટમાં...
modi cabinet 3 0 માં કોને કોને કરવામાં આવ્યા રિપીટ  અહીં સંપૂર્ણ યાદી

Modi Cabinet 3.0: ભારતમાં માટે આજે ઐતિહાસિત દિવસ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ એનડીએ સાથે ગઠબંધન કરીને સરકાર બની છે. નોંધનીય છે કે, મોદી સરકાર 3.0 ની શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક નેતાઓને ફરીવાર પણ મોદીના કેબિનેટમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. આજે (9 જૂન) નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વડાપ્રધાન પદની શપથ લીધી છે. આ દરમિયાન તેમની સાથે અન્ય ઘણા નેતાઓએ શપથ લીધી છે. નોધનીય છે કે, નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે.

Advertisement

મોદી 3.0 સરકારમાં કેબિનેટ આ નેતાઓ મંત્રી તરીકે લીધા શપથ

તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી પછી, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, જેપી નડ્ડા, શિવરાજ સિંહ, એસ જયશંકર અને અમિત શાહ સહિત ઘણા નેતાઓએ મોદી 3.0 સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તો ચાલો તમને જણાવીએ કે મોદી કેબિનેટમાં કયા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે.

રિપીટ કરાયેલા સાંસદ2019 નું મંત્રી પદ
અમિત શાહકેન્દ્રીય ગૃહ મંત્રી
રાજનાથ સિંહ
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી
ડૉ. એસ. જયશંકરકેન્દ્રીય વિદેશ મંત્રી
નિર્મલા સીતારમણકેન્દ્રીય નાણાં મંત્રી
નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
પ્રહલાદ જોષી
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી
ગિરિરાજ સિંહ
કેન્દ્રીય પશું સંવર્ધન મંત્રી
પિયૂષ ગોયલકેન્દ્રીય રેલ્વે મંત્રી
અશ્વિની વૈષ્ણવ
આરોગ્ય અને પરિવાર કલ્યાણના રાજ્ય મંત્રી
જ્યોતિરાદિત્ય સિંધિયા
નાગરિક ઉડ્ડયન મંત્રી

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બીજા પ્રધાનમંત્રી બની ગયા છે. મોદીની સાથે કેબિનેટમાં સામેલ થયેલા મંત્રીઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલ શપથ સમારોહમાં ભાજપના નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ, રાજીવ રંજન (લાલન) સિંહ, જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગજેન્દ્ર સિંહ શેખાવત અને મનસુખ માંડવિયા હાજર હતા.

Advertisement

આ પણ વાંચો: Oath Ceremony: ભારતના વડપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લીધી શપથ

આ પણ વાંચો: NCP Party: અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જ જોઈએ

આ પણ વાંચો: Union Council of Ministers: આવી રીતે કેબિનેટ મંત્રી તરીકે નામ જાહેર કરાય છે, વડાપ્રધાને તમારું નામ…

Tags :
Advertisement

.