Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala: Nipah Virus થી 14 વર્ષના બાળકનું મોત,હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર

Kerala: કેરળ (Kerala)ના મલપ્પુરમમાં એક 14 વર્ષના બાળકનું રવિવારે નિપાહ વાયરસ(Nipah Virus)થી મોત થયું હતું. કોઝિકોડની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી. વીણા જ્યોર્જે કહ્યું કે પંડિકડના રહેવાસી છોકરાને રવિવારે સવારે 10.50...
kerala  nipah virus થી 14 વર્ષના બાળકનું મોત હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર
Advertisement

Kerala: કેરળ (Kerala)ના મલપ્પુરમમાં એક 14 વર્ષના બાળકનું રવિવારે નિપાહ વાયરસ(Nipah Virus)થી મોત થયું હતું. કોઝિકોડની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી. વીણા જ્યોર્જે કહ્યું કે પંડિકડના રહેવાસી છોકરાને રવિવારે સવારે 10.50 વાગ્યે હાર્ટ એટેક આવ્યો અને તેને બચાવી શકાયો નહીં. તેમને કહ્યું, 'પીડિતને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. હાર્ટ એટેક પછી તેને બચાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. સવારે 11.30 કલાકે તેનું નિધન થયું હતું. આ રીતે, કોરોના પછી હવે નિપાહ વાયરસનું જોખમ વધી રહ્યું છે.

અંતિમ સંસ્કાર આંતરરાષ્ટ્રીય નિયમ  મુજબ કરવામાં આવશે

રાજ્યના આરોગ્ય પ્રધાને કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે. આરોગ્ય પ્રધાને કહ્યું, 'જિલ્લા મેજિસ્ટ્રેટ છોકરાના માતા-પિતા અને પરિવાર સાથે ચર્ચા કરશે. આ પછી જ અંતિમ સંસ્કાર અંગે નિર્ણય લેવામાં આવશે.' આ પહેલા મંત્રીએ કહ્યું હતું કે પંડિક્કડ ચેપનું કેન્દ્ર હતું અને સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. તેમને સંક્રમણને રોકવા માટે વિસ્તારના લોકોને અને આસપાસની હોસ્પિટલો અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને હોસ્પિટલોમાં દર્દીઓને મળવાનું ટાળવા કહ્યું હતું.

Advertisement

30 અલગ રૂમ અને 6 બેડ સાથેનું ICU વોર્ડ તૈયાર

આરોગ્ય વિભાગે મંજેરી મેડિકલ કોલેજમાં 30 અલગ રૂમ અને 6 પથારી સાથેનો આઈસીયુ વોર્ડ પણ બનાવ્યો છે. ચેપગ્રસ્ત છોકરાના સંપર્કમાં આવેલા આ તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. પંડિક્કડમાં ચેપના કેન્દ્રથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કડક દેખરેખ અને નિયંત્રણો લગાવવામાં આવશે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે નિપાહના પ્રકોપને રોકવા માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેણે ભૂતકાળમાં 4 વખત રાજ્યને પરેશાન કર્યું છે. વર્ષ 2018, 2021 અને 2023માં કોઝિકોડ જિલ્લામાં અને 2019માં એર્નાકુલમ જિલ્લામાં નિપાહ ચેપનો પ્રકોપ નોંધાયો હતો. કોઝિકોડ, વાયનાડ, ઈડુક્કી, મલપ્પુરમ અને એર્નાકુલમ જિલ્લાના ચામાચીડિયામાં નિપાહ વાયરસના એન્ટિબોડીઝ જોવા મળી હતી.

Advertisement

નિપાહ વાયરસ શું છે?

નિપાહ વાઈરસ એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલી બીમારી છે. તેને ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે. તે ચામાચીડિયા અને ડુક્કરથી માણસોમાં ફેલાઈ શકે છે. આ વાયરસથી તાવ, ઉલ્ટી, શ્વાસ સંબંધી રોગ અને મગજમાં સોજો આવી શકે છે.

લક્ષણો શું છે?

સામાન્ય વાયરલ તાવના લક્ષણો પેદા કરવા સિવાય આ ચેપ નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે. જેના કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે. જે એન્સેફાલીટીસ અથવા મગજની બળતરામાં પરિણમે છે. જેના કારણે દર્દી 24 થી 48 કલાકમાં કોમામાં જઈ શકે છે.

આ પણ  વાંચો -PUNE: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો

આ પણ  વાંચો -Bangladesh Protest: મહિલાઓ પર લાઠીચાર્જ અને વિરોધ કરતા પર ગોળીબાર... જુઓ હ્રદયદ્રાવક વીડિયો

આ પણ  વાંચો -Bangladesh: સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય,નોકરીમાં ક્વોટા કર્યો રદ્દ

Tags :
Advertisement

Trending News

.

×