ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નામાંકનની પ્રક્રિયા કરાશે શરૂ

LOKSABHA ELECTIONS 2024 : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બીજા તબક્કા માટેનું જાહેરનામું ગુરુવારે 28 માર્ચે એટલે કે આજે બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 12 રાજ્યો...
10:03 AM Mar 28, 2024 IST | Harsh Bhatt

LOKSABHA ELECTIONS 2024 : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બીજા તબક્કા માટેનું જાહેરનામું ગુરુવારે 28 માર્ચે એટલે કે આજે બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ જ તબક્કામાં મણિપુર સંસદીય બેઠકની 13 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવાર, 28 માર્ચથી શરૂ થશે. જેના માટે 26મી એપ્રિલે મતદાન થશે.

આ 13 રાજ્યોમાં બીજા તબક્કામાં મતદાન

બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની આ બેઠકો ઉપર યોજાશે ચૂંટણી

લોકસભા ( LOKSABHA ) ચૂંટણીના બીજા તબક્કાની 8 લોકસભા બેઠકો માટે આજે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જે બાદ આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. આ બીજા તબક્કામાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરામાં ચૂંટણી યોજાશે. જેમાં સાત બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે બુલંદશહેરની એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બીજા તબક્કામાં લોકસભાની આઠ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.

રાજસ્થાનમાં બીજા તબક્કામાં આ બેઠકો ઉપર મતદાન

રાજસ્થાનની કુલ 25 લોકસભા બેઠકોમાંથી 13 લોકસભા બેઠકો માટે બીજા તબક્કામાં ચૂંટણી છે. તેમાં ટોંક સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં એમપીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી છે, જેમાં ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતુલ બેઠકોનો સમાવેશ થાય છે.

નામાંકન પ્રક્રિયા એટલે શું ?

આજરોજથી બીજા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ચાલો આપણે જાણીએ કે નામાંકનની પ્રક્રિયા એટલે શું..આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરે છે અને દાવો કરે છે કે તેઓ લોકસભા ચૂંટણીના મેદાનમાં જાહેર મત જીતવા માટે તે એક યોગ્ય ઉમેદવાર છે. આ પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રમાણપત્રો સબમિટ કરવામાં આવે છે, આ સબમિટ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કર્યા પછી, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નક્કી કરે છે. ઉમેદવારી ફાઈનલ થયા બાદ જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે અને પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને પોતાની તરફેણમાં મત માંગી શકે છે.

કોણ ભરી શકે છે નામાંકન પત્ર

કોઈપણ ભારતીય નાગરિક જેનું નામ મતદાર યાદીમાં છે તે લોકસભા સીટ માટે નોમિનેશન કરી શકે છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે તેને સામાન્ય ભાષામાં ટિકિટ મેળવવી કહેવાય છે. જ્યારે તમામ ઉમેદવારોએ જાતે જ પ્રતીક સાથે ઉમેદવારી નોંધાવી છે.

19 એપ્રિલથી શરૂ થશે ચૂંટણીની મહાજંગ

લોકસભા સાથે 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર મતદાન

લોકસભા ( LOKSABHA ) ચૂંટણી 2024 ની સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની તારીખો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.

આ પણ વાંચો : Lok Sabha Elections : કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, ગાઝિયાબાદથી ડોલી શર્મા, ગુનાથી યાદવેન્દ્ર સિંહને ટિકિટ…

Tags :
AAPAASAMBiharBJPCHATTISHGADHCongressDemocracyElection CommissionELECTION POLLSINCJAMMU KASMIRkarnatakKERALloksabha 2024Loksabha Elections 2024NominationNorth Indiapm modiRajasthanTripuraUP
Next Article