ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હજું કાલે તો શપથ લીધા અને આજે......

Suresh Gopi : રવિવારે મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે શપથ લેનારા એક મંત્રીએ 12 કલાકમાં જ મંત્રી પદ માટેનો નનૈયો ભણી દેતાં ચકચાર મચી ગઇ છે. આ વખતે ભાજપે કેરળમાં ખાતુ ખોલાવ્યું છે અને કેરળના ત્રીશુરમાંથી સુરેશ ગોપી (Suresh Gopi)...
11:27 AM Jun 10, 2024 IST | Vipul Pandya
SURESH GOPI PC GOOGLE

Suresh Gopi : રવિવારે મોદી સરકાર 3.0માં મંત્રી તરીકે શપથ લેનારા એક મંત્રીએ 12 કલાકમાં જ મંત્રી પદ માટેનો નનૈયો ભણી દેતાં ચકચાર મચી ગઇ છે. આ વખતે ભાજપે કેરળમાં ખાતુ ખોલાવ્યું છે અને કેરળના ત્રીશુરમાંથી સુરેશ ગોપી (Suresh Gopi) ચૂંટણી જીત્યા હતા. કેરળના ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપી, જેમણે રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા, તેઓ મંત્રી પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે તેમને ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે.

મેં ફિલ્મો સાઈન કરી છે

વાસ્તવમાં, પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા તેણે કહ્યું કે મેં ફિલ્મો સાઈન કરી છે અને તેમણે તે કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું, 'હું ત્રીશુર સાંસદ તરીકે સેવા આપીશ.' સુરેશ ગોપી ત્રીશુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર VS સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા.

'મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી

સુરેશ ગોપીએ કહ્યું, 'મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. ત્રિશૂરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. હું કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવા માંગુ છું.

રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે

જે ત્રિશૂર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.

ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી

સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ 1958માં થયો હતો. તેણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું. સુરેશ ફિલ્મો સાથે પણ સંબંધિત છે. તેણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો----- UPમાં કેમ ધબડકો…? શાહ અને યોગી વચ્ચે…

આ પણ વાંચો----- શપથ સમારોહમાં જ ખબર પડી ગઇ કે…..!

Tags :
BJP-MPCCSFirst cabinet meetingGujarat FirstKeralaKerala BJP MPMinisterministersModi CabinetModi governmentModi government 3.0Narendra ModiNationalNDA governmentpm modiPortfolioSuresh Gopi
Next Article