Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી...! 

સાચવજો, આગામી 3 કલાક ભારે, અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી  બિપોરજોય વાવાઝોડું હજું પણ ગુજરાત માટે ખતરારુપ બની રહ્યું છે. આગામી 3 કલાક  ઉત્તર ગુજરાતમાં...
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી     
  • સાચવજો, આગામી 3 કલાક ભારે, અતિ ભારે વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ
  • કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ
  • મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી 
બિપોરજોય વાવાઝોડું હજું પણ ગુજરાત માટે ખતરારુપ બની રહ્યું છે. આગામી 3 કલાક  ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ પડશે તો કચ્છ, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ , મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.  ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
અતિ ભારે વરસાદની આગાહી 
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે આજે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.