બિપોરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના મંત્રીઓએ જાણો શું આપી પ્રતિક્રિયા
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ખતરનાક બનતું જઇ રહ્યું છે. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકાર પૂરા એક્શનમોડમાં જોવા મળી રહી છે. તેટલું જ નહીં વડાપ્રધાન મોદી પણ આ વાવાઝોડાને લઇને મીટિંગ કરી હતી, ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આ અંગે ટેલિફોનિક વાર્તાલાભ કરી તમામ પ્રકારની મદદ માટેની બાંહેધરી પણ આપી છે. મળતી માહિતી અનુસાર, બિપોરજોય દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. એવું માનવામાં આવે છે કે ચક્રવાત 15 જૂન સુધીમાં ગુજરાતના જખૌ બંદરને પાર કરી શકે છે. આવી સ્થિતિમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મંત્રીઓએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
હર્ષ સંઘવીએ યાત્રાળુઓને દ્વારકાના પ્રવાસે ન આવવાની અપીલ કરી
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે પવન, ખૂબ ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે, જેને ધ્યાને રાખતા વહીવટીતંત્ર જોડે સાથે મળીને આજે અહીંની સૌ હોટલ એસોશિએશન, સૌ સામાજીક સંસ્થાઓ તમામ જોડે સંકલન બેઠકો કર્યા બાદ આ તમામ સંસ્થાઓનો હું આભાર માગવા માગું છું. આ તમામ સંસ્થાઓ દ્વારા સ્થળાંતર થયેલા નાગરિકોને અલગ-અલગ સંસ્થાઓ અલગ-અલગ સેલ્ટર હોમની આજે જવાબદારી હાથમાં લીધી છે. રાજ્ય સરકાર અને જનતા સાથે મળીને અનેક ખતરાઓને કોઇ નુકસાન ન થાય તે માટે આવનારા દોઢ-બે દિવસ તમામ લોકો સુધી સાચી માહિતી પહોંચાડીને, તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવાની કામગિરી કરવામાં આવશે. અત્યાર સુધી 2 હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બિપોરજોયનું સંકટ વધી રહ્યું છે ત્યારે દ્વારકામાં શ્રદ્ધાળુંઓ ન આવે તેવી અમે અપીલ કરી રહ્યા છીએ. તેમણે આ સાથે જ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી.
દ્વારકામાં બેઠક બાદ હર્ષભાઈ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ
સંસ્થાઓનો આભાર માનુ છું જેને મદદ કરી: હર્ષભાઇ સંઘવી
"સંસ્થાઓએ શેલ્ટર હોમની જવાબદારી હાથમાં લીધી"
"નાગરિકો સાથે મળીને મુશ્કેલીનો સામનો કરશે તેવો વિશ્વાસ"
"આજે પણ નાગરિકોને ખસેડાશે, સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે"
"તંત્ર પણ ખડેપગે છે,… pic.twitter.com/Vw1ActBE1T— Gujarat First (@GujaratFirst) June 12, 2023
CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
મુખ્યમંત્રી ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા.
મંત્રી મુકેશ પટેલે દરિયા કિનારા પર વસવાટ કરતાં લોકોની મુલાકાત લીધી
બિપોરજોયનું સંકટ સતત વધી રહ્યું છે. ત્યારે આજે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી. સંભવિત વાવાઝોડાને પગલે સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ડભારીના 21 ગામોને અસર થઇ શકે છે. જેને લઈ તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. ગામના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને જો સ્થળાંતરની જરૂર પડે તો તેની તમામ વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. NDRFની ટીમ પણ તૈનાત કરી દીધી છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે દરિયા કિનારા પર વસવાટ કરતાં લોકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કહ્યું હતું કે વાવાઝોડાની સ્થિતિને લઈને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે.
રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા જખૌ બંદર
રાજ્યમંત્રી ઋષિકેશ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડું જખૌ બંદર પર લેન્ડફોલ થવાની શક્યતાઓ જણાઇ રહી છે. જો અહીં લેન્ડફોલ થશે તો સમગ્ર ગુજરાતમાં પણ તેની અસર થતા વરસાદ પડશે. તેમણે કહ્યું કે, આ વાવાઝોડામાં પવનની ઝડપ 150 કિમી કરતા પણ વધારે રહેવાની સંભાવના છે ત્યારે મોટા પ્રમાણમાં વિનાશ અને નુકસાન થવાની સંભાવના છે. વહીવટી તંત્ર અને રાજ્ય પ્રસાશન દ્વારા જે લોકો દરિયા કિનારે 0થી 5 કિમીની હદમાં વસવાટ કરી રહ્યા છે તે બધાને કોઇને કોઇ શેલ્ટર હોમમાં આશ્રય આપવાની પૂરી વ્યવસ્થાઓ કરી લીધી છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાં 0 થી 10 કિલોમીટરમાં આવતા 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
રાજ્યમંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા જખૌ બંદર
મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ સાથે રહ્યા હાજર
જખૌ બંદરની બંને મંત્રીઓએ લીધી મુલાકાત
માછીમારો સાથે ઋષિકેશ પટેલે કરી વાતચીત @irushikeshpatel @prafulpbjp @CMOGuj #kutch #BiparjoyCyclone #Biparjoy #CycloneBiporjoy #CycloneAlert… pic.twitter.com/xthXZPMErO— Gujarat First (@GujaratFirst) June 12, 2023
બિપરજોય વાવાઝોડાને સ્થિતિ અંગે રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી
મંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી હતી. જણાવી દઇએ કે, વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા આજે સવારથી જ રાજકોટમાં આવી પહોંચ્યા છે. બપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકા જિલ્લા પંચાયત PGVCL સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, આ કુદરતી આફતને અવસરમાં પલટવા માટેની માનસિક તૈયારી જિલ્લાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ કર્મચારીઓ, જુદી-જુદી સામાજીક સંસ્થાઓની છે. આ બધાની સંપૂર્ણ તૈયારી આ આફતમાં રાજકોટ જિલ્લાની જનતાને તમામ રીતે મદદરૂપ થવાની છે.
મંત્રી રાઘવજી પટેલની રાજકોટમાં સમીક્ષા બેઠક
રાજકોટ શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા
બિપરજોય વાવાઝોડાને સ્થિતિ અંગે સમીક્ષા કરી
તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ
NGOની મદદથી કામગીરી કરવા અંગે પણ ચર્ચા@RaghavjiPatel @CMOGuj #Rajkot #Junagadh #BiparjoyCyclone… pic.twitter.com/t915FyNxPG— Gujarat First (@GujaratFirst) June 12, 2023
ઉલ્લેખનીય છે કે, બિપોરજોયને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. મુંબઈમાં આજે ભારે પવન અને ધૂળની ડમરીના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બિપોરજોયે ખૂબ જ ગંભીર ચક્રવાતનું રૂપ લઈ લીધું છે. હાલમાં તે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જણાવી દઈએ કે, ચક્રવાતી તોફાન બિપોરજોયને ધ્યાનમાં રાખીને, ગુજરાતના જૂનાગઢની શાળાઓમાં 16 જૂન સુધી રજા આપવામાં આવી છે. આ સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ