ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

બાળલગ્ન નિયંત્રણના દાવા પોકળ, રાજ્યમાં 12 થી 16 વર્ષની તરુણીઓ માતા બની

Gujarat Breaking News : છોકરા-છોકરીઓ કુમળી ઉમરે એકબીજાના પરિચયમાં આવે
07:52 PM Dec 06, 2024 IST | Aviraj Bagda
Gujarat Breaking News

Gujarat Breaking News : ભારત દેશ આજે પણ આ આધુનિક યુગમાં બાળલગ્ન જેવા કુરિવાજોના કિસ્સાઓ આજે પણ સામે આવી રહ્યા છે. જોકે સદીઓથી ભારત દેશમાં સરકાર અને સમાજિક કાર્યકર્તાઓ બાળલગ્નને નાબૂદ કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. દેશમાં અભિયાનો પણ ચલાવવામાં આવે છે. જેથી કરીને ભારતમાં આ કુપ્રથા નાબૂદ થઈ શકે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, આજે પણ નાની વયની યુવતીઓની લગ્ન થઈ રહ્યા છે અને તેઓ નાની વયે માતા બની રહી છે. ત્યારે આ વાસ્તવકિતાનું પ્રતિબિંબ ભારતના વિકસિત ગુજરાતમાં જોવા મળ્યું છે.

સગીરાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયા

મળતી માહિતી મુજબ, ગુજરાતના વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1500 થી વધુ કુમળી વયની તરુણીઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. તો વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે, જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે. જ્યાં સરકાર દ્વારા ગામે ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જોકે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં સામાજિક દુષણો પ્રવર્તી રહ્યા છે. જેમાં એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં 15 થી 18 વર્ષની બાળકીઓ અને સગીરાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં સ્પેશિયલ 26 ની જોવા મળી ઝાંખી, નકલી ED નું નીકાળ્યું સરઘસ

છોકરા-છોકરીઓ કુમળી ઉમરે એકબીજાના પરિચયમાં આવે

ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે. તે ઉપરાંત કપરાડા તાલુકામાં દર વર્ષે 7000 જેટલા પ્રસુતિના કે સરકારી ચોપડે નોંધાય છે. તેમાંથી મોટેભાગે 15 થી 18 વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે. આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરાને કારણે ઊભી થયેલી આ સમસ્યા અંગે સગર્ભાવને સમજાવી રહ્યા છે. સૌપ્રથમ તો આ આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. છોકરા-છોકરીઓ કુમળી ઉમરે એકબીજાના પરિચયમાં આવે છે.

બાળમતાઓનું વધતું પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય

પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. આથી જાગૃતિના અભાવે અને છોકરમતમાં કુમળી ઉંમરમાં માતા બની જાય છે. કપરાડા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપને કારણે બાળમતાઓનું વધતું પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: Dr. Babasaheb Ambedkar ની પુણ્યતિથિ નિમિત્તે BAOU માં કાર્યક્રમો યોજાયા

Tags :
Ahmedabad Newsbreaking newschild marriageGujaratGujarat Breaking NewsGujarat Child MarriageGujarat FirstGujarat GovernmentGujarat NewsGujarat Trending Newspregnancyvalsad newsViksit BharatViksit Gujarat
Next Article