Valsad News: વલસાડમાં કેરીના પાકમાં નુકસાન નોંધાયું, બજાર માર્કેટમાં આગમનમાં વિલંબ
Valsad News: કેરી માટે જગવિખ્યાત એવા વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરીની સિઝન મોડી શરૂ થવાની શક્યતા છે. કારણ કે... કેરીના પાકને જોઈએ એવી ઠંડી કે અનુકૂળ વાતાવરણ ન હોવાથી વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં આંબા ઉપર પૂરતા પ્રમાણમાં મોર ફૂટવાની શરૂઆત થઈ નથી. આથી આ વર્ષે કેરીની સીઝન એક થી દોઢ મહિના લેટ શરૂ થાય તેવું ખેડૂતો માની રહ્યા છે.
- વલસાડમાં કેરીના પાકમાં નોંધાયું નુકસાન
- વલસાડમાં ખેડૂતોમાં કેરીના પાકને લઈ ચિંતાની લહેર
- શિયાળાની ઋતુનું પ્રમાણ નહિવત હોવાથી પાકમાં નુકસાન
વલસાડમાં કેરીના પાકમાં નોંધાયું નુકસાન
મહત્વનું છે કે વાડીઓના પ્રદેશ તરીકે જાણીતા વલસાડ જિલ્લામાં 40 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. વલસાડ જિલ્લાના ખેડૂતોનો મુખ્ય પાકએ કેરી છે. જેનાથી ખેડૂતો આર્થિક ઉપાર્જન કરતા હોય છે. જો કે આ વર્ષે કેરીના પાકને વાતાવરણની પ્રતિકૂળતાને લઈ ખેડૂતો ચિંતામાં છે.
શિયાળાની ઋતુનું પ્રમાણ નહિવત હોવાથી પાકમાં નુકસાન
મહત્વનું છે કે કેરીની સિઝનમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર ફૂટ નીકળવાની શરૂઆત થતી હોય છે. જાન્યુઆરી મહિનામાં પણ કડકડતી ઠંડી પડતી હોવાથી વલસાડ જિલ્લાની આંબાવાડીઓ મોરવાથી લચી પડે છે. જો કે આ વર્ષે આંબાના પાકને જોઈએ એવી ઠંડી કે વાતાવરણ ન હોવાથી વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં પુરતા પ્રમાણમાં મોરવાની ફુટ દેખાતી નથી. જેને લઇ આ વર્ષે કેરીની સિઝન હજુ એકથી દોઢ મહિના લંબાવવાની શક્યતા ખેડૂતો દર્શાવી રહ્યા છે.
સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર ફૂટ નિકડ્યા બાદ મોરવા વિકસિત થતા હોય છે. જો કે ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ કેરીના પાકને અનુકૂળ હોય એવું વાતાવરણ રહેવું ખુબજ જરૂરી હોય છે. જેથી કેરીના ફળને વિકસિત થવાનો સમય મળી રહે છે.
વલસાડમાં ખેડૂતોમાં કેરીના પાકને લઈ ચિંતાની લહેર
જો સારુ વાતાવરણ રહે તો ખેડૂતોનો કેરીનો મબલખ પાક ઉતરે છે. જેનાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે. જો કે આ વર્ષે કેરીના પાકને જોઈએ એવી ઠંડી અને વાતાવરણ ન હોવાથી આંબાવાડીઓમાં મોરવાની ફુટની પ્રક્રિયાને અસર પહોંચી છે.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ જિલ્લામાં પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થાય છે. આથી ખેડૂતોએ દર વર્ષે રોવાનો વારો આવે છે. આ વર્ષે પણ કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હજુ સુધી ન થયું હોવાથી કેરીની સીઝન પણ લેટ શરૂ થશે. સીઝન લેટ શરૂ થવાથી ઉત્પાદન ઓછું થવાની સાથે ભાવ પણ ઓછા મળશે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો હવે કેરીના પાકને અનુકૂળ વાતાવરણ ઉભુ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
અહેવાલ રિતેશ પટેલ
આ પણ વાંચો: Gujarat High Court : ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા GPSC ના વલણ સામે HC ની લાલ આંખ