Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : હર્ષભાઇ સંઘવીએ ST ડેપોની કરી ઓચિંતી મુલાકાત, નાગરિકોને કરી આ અપીલ

વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઇએ એસટી ડેપોની કરી ઓચિંતી મુલાકાત ગાંધીનગર એસટી ડેપોની હર્ષભાઇ સંઘવીએ કરી ઓચિંતી મુલાકાત એસટી ડેપોની સ્વચ્છતા અંગે હર્ષભાઇ સંઘવીએ કરી સમીક્ષા રાજ્યના બસ ડેપો પર સ્વચ્છતા અભિયાનની કરાઇ શરૂઆતઃ હર્ષ સંઘવી નાગરિકોને અપીલ છે કે આ...
gandhinagar   હર્ષભાઇ સંઘવીએ st ડેપોની કરી ઓચિંતી મુલાકાત  નાગરિકોને કરી આ અપીલ
  • વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઇએ એસટી ડેપોની કરી ઓચિંતી મુલાકાત
  • ગાંધીનગર એસટી ડેપોની હર્ષભાઇ સંઘવીએ કરી ઓચિંતી મુલાકાત
  • એસટી ડેપોની સ્વચ્છતા અંગે હર્ષભાઇ સંઘવીએ કરી સમીક્ષા
  • રાજ્યના બસ ડેપો પર સ્વચ્છતા અભિયાનની કરાઇ શરૂઆતઃ હર્ષ સંઘવી
  • નાગરિકોને અપીલ છે કે આ સ્વચ્છતા અભિયાન આપણા માટે છેઃ હર્ષ સંઘવી
  • બસમાં કચરો નાખીને ગંદકી ન ફેલાવવા માટે અપીલ છેઃ હર્ષ સંઘવી

વડાપ્રધાન મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને જનતાને જાગૃત કરવાનો એક પ્રયત્ન કર્યો. જેને ખાસ કરીને ગુજરાતમાં ગંભીરતાથી લેવામાં આવ્યું છે. આજે સ્વચ્છતાને લઇને જ વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરના ST ડેપોની ઓચિંતી મુલાકાત કરી હતી. અહીં સ્વચ્છતા કેવી છે તેને લઇને તેમણે સમીક્ષા કરી હતી.

Advertisement

દાદાની સવારી એસટી અમારી : હર્ષ સંઘવી

ગાંધીનગરના એસટી ડેપોનું હર્ષ સંઘવીએ પોતે નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ એસટી ડેપોની તમામ જગ્યાનું નિરિક્ષણ કરતા જોવા  મળ્યા અને સાથે લોકો સાથે વાત પણ કરતા જોવા મળ્યા હતા. એસટી ડેપોમાં ઉભી રહેલી બસની પણ કેવી છે સ્થિતિ તે અંગે પણ તેમણે નિરિક્ષણ કર્યું હતું. બસોમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. ઓચિંતી મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દાદાની સવારી એસટી અમારી... ગુજરાતભરમાં 8000 એસટી બસો અને બધા જ બસ સ્ટેશનો પર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શનથી એક સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. રાજ્યના સૌ નાગરિકોને એસટી બસનો ઉપયોગ કરતા 25 લાખથી વધારે પરિવારજનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, આ સ્વચ્છતા અભિયાન આપણા સૌ માટે આપણી વ્યવસ્થાઓ સ્વચ્છ રહે અને સારી રીતે આપ ઉપયોગ કરી શકો તે માટે શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.