Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : 74 માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી Harsh Sanghavi

અહેવાલ : ઉદય જાદવ, સુરત ધન્ય ધરા ગુજરાતને વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા 74મા સુરત (Surat) જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) બારડોલી તાલુકાની તાજપોર કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો. વન મહોત્સવના કારણે વૃક્ષોની...
surat   74 માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી harsh sanghavi

અહેવાલ : ઉદય જાદવ, સુરત

Advertisement

ધન્ય ધરા ગુજરાતને વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા 74મા સુરત (Surat) જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) બારડોલી તાલુકાની તાજપોર કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો.

inaugurating of Van Mahotsav in Surat by Harsh Sanghavi

Advertisement

વન મહોત્સવના કારણે વૃક્ષોની સંખ્યા વધી

વન મહોત્સવમાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી લાખો વૃક્ષોનું વાવેતર કરી રાજ્યની ધરતીને ગ્રીન કવરથી આચ્છાદિત કરી રહી છે. વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં 2003 ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા 114 લાખ હતી. જે વન મહોત્સવ શરૂ થવાના કારણે 2021માં વધીને 216 લાખ થઈ છે. વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવવાની આહ્વાન કર્યું હતું. ભારતના નાગરિકોનો વૃક્ષો અને નદીઓ સાથે આસ્થાનો સંબંધ રહ્યો છે. પર્યાવરણ સાથે દિલનો નાતો કેળવવા જણાવી તાજપોર કોલેજને ગ્રીન કેમ્પસનું બિરૂદ મળવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વૃક્ષોનું અનેરૂ મહત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

inaugurating of Van Mahotsav in Surat by Harsh Sanghavi

Advertisement

Green Gujarat, Clean Gujarat ના સ્વપ્ન સાકાર કરવા આહ્વાન

ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ સારા-નરસા પ્રસંગોએ પાંચથી વધુ વૃક્ષોનુ વાવેતર કરીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યું હતું. ધરતી માતાને વૃક્ષોના આભુષણો થકી સુશોભિત કરવાનો સૌને અનુરોધ કર્યો હતો.

inaugurating of Van Mahotsav in Surat by Harsh Sanghavi

પ્રજાના સહિયારા પ્રયાસથી વન સંવર્ધન

અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 73 વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે વન વિસ્તાર અને વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રજાના સહિયારા પ્રયાસોથી વન સંરક્ષણ અને વન સંવર્ધન થઇ રહ્યું છે. જિલ્લામાં 49000 હેકટર વન વિસ્તાર આવેલો છે જે કુલ વિસ્તારનો 12.50% વન વિસ્તાર છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી 33% ના લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો. વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમારતી લાકડાની માંગ વધી રહી છે જેની સામે રાજ્યમાં લાકડાનુ 30% ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો વૃક્ષોની લાભકારક ખેતી કરીને આવક મેળવી શકે છે.

inaugurating of Van Mahotsav in Surat by Harsh Sanghavi

રાહત દરે રોપા વિતરણ

સુરતના નાયબ વનસંરક્ષક(સામાજિક વનીકરણ) સચિન ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 74 મા વન મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 50 નર્સરીઓમાં સાગ, લીમડા, નીલગીરી જેવા 34 લાખ વૃક્ષોના રોપાઓ તૈયાર કરાયા છે, જેનું દરેક નર્સરીઓમાંથી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનો, રસ્તાઓની આજુબાજુ મળીને 765 હેકટરમાં 5 લાખ રોપાઓનું વાવેતર પ્રગતિમાં હોવાની વિગતો તેમણે આપી હતી. આ વર્ષે 20 હજાર કેસર આંબાની કલમોનો ઉછેર કરાયો છે, જેનુ રૂ. 25 ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો તેમણે આપી હતી.

inaugurating of Van Mahotsav in Surat by Harsh Sanghavi

વૃક્ષ રથનું પ્રસ્થાન

આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે 'વૃક્ષ રથ'નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેના માધ્યમથી તાલુકામાં વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરશે. વન વિભાગની નર્સરીની યોજનાઓના લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સંગઠનના ભરત ભાઈ રાઠોડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધાબેન, મામલતદાર, સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસા.ના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ, કોલેજના લતેશભાઈ, કાર્તિકભાઈ દેસાઈ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : INDIA TOURISM STATISTICS-2023 REPORT : પ્રવાસન ક્ષેત્રે ભારતમાં વિદેશીઓની પહેલી પસંદ બન્યું ગુજરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.