Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડ્રગ્ઝ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છે, તેને વેગ અને હિંમત મળે તેવી પ્રાર્થના કરું છું: ગૃહ રાજ્યમંત્રીશ્રી

દુનિયાભરમાં ડ્રગ્ઝ નું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બન્યુ છેગુજરાત પોલીસ સરાહનિય કામગીરી કરી રહી છેડ્રગ્ઝના દુષણ સામે  ગુજરાત પોલીસે લડાઈ છેડી છેસુરતના (Surat) ભટાર વિસ્તારમાં 35 ફૂટના રાવણના દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રામલીલા ભજવ્યા બાદ રાવણનું દહન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોàª
ડ્રગ્ઝ સામે ગુજરાત પોલીસે લડાઈ છેડી છે  તેને વેગ અને હિંમત મળે તેવી પ્રાર્થના કરું છું  ગૃહ રાજ્યમંત્રીશ્રી
  • દુનિયાભરમાં ડ્રગ્ઝ નું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બન્યુ છે
  • ગુજરાત પોલીસ સરાહનિય કામગીરી કરી રહી છે
  • ડ્રગ્ઝના દુષણ સામે  ગુજરાત પોલીસે લડાઈ છેડી છે
સુરતના (Surat) ભટાર વિસ્તારમાં 35 ફૂટના રાવણના દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રામલીલા ભજવ્યા બાદ રાવણનું દહન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રાવણ દહનને જોવા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ડ્રગ્સની લડાઈમાં ભગવાન શ્રીરામને પ્રાર્થના કરીશ કે, ગુજરાત પોલીસને હજુ હિંમત અને શક્તિ મળે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના દિવસે અસત્યની સામે સત્યનો વિજય તો જરૂરથી થતો જ હોય છે પરંતુ આજના સમયની માંગ જ્યારે દુનિયાભરતમાં ડ્રગ્ઝ નું દુષણ ફેશન સ્ટેટમેન્ટ બન્યુ હોય ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારે આજે આપણાં રાજ્યના યુવાનો કંઈક અંશે દુનિયાની બરોબરીમાં આપણા યુવાનો ખુબજ સંરક્ષિત છે.
તેમણે કહ્યું કે, આ દુષણથી બીજા દેશોની બરોબરીમાં આપણે લોકો આજેય ક્યાંકને ક્યાંક ખુબ સુરક્ષિત છીએ પણ ભવિષ્યમાં પણ ક્યારે આ દુષણ આપણા રાજ્યમાં ઘુસીના શકે તે માટે જે પ્રકારે ગુજરાત પોલીસે આ દુષણના નાશ સામેની એક લડાઈ જે છેડી છે તે લડાઈને હજુ વધુ વેગ મળે તે લડાઈને હજી વધુ હિંમત મળે તેવી ભગવાન શ્રી રામને  પ્રાર્થના કરૂ છું અને રાજ્યના સૌ નગરિકોને ફરી એકવાર દશેરાની ખુબ-ખુબ શુભકામનાઓ આપુ છું.
Advertisement
Tags :
Advertisement

.