Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલ ! હવે અમદાવાદ શહેરમાંથી ઝડપાઈ નકલી પોલીસ

Ahmedabad Fake Police : અમદાવાદ શહેરની અંદર છેલ્લા બે મહિનાથી નકલી પોલીસ (Fake Police) બનીને 4 લોકો ફરી રહ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારની અંદર આવેલી હોટલોની બહાર ઊભા રહીને હોટલમાંથી બહાર નીકળતા કપલ (Couples) ને તમે ખોટું કામ કર્યું છે...
લો બોલ   હવે અમદાવાદ શહેરમાંથી ઝડપાઈ નકલી પોલીસ

Ahmedabad Fake Police : અમદાવાદ શહેરની અંદર છેલ્લા બે મહિનાથી નકલી પોલીસ (Fake Police) બનીને 4 લોકો ફરી રહ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારની અંદર આવેલી હોટલોની બહાર ઊભા રહીને હોટલમાંથી બહાર નીકળતા કપલ (Couples) ને તમે ખોટું કામ કર્યું છે તેમ કહીને તમારે પોલીસ સ્ટેશન (Police Station) આવું પડશે તેવી ધાક ધમકી (threatened) આપતા હતા. આમ કરીને તેમની પાસેથી લૂંટ ચલાવતા હતા. અમદાવાદ શહેર (Ahmedabad City) ના વેજલપુર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક મોહસીન (Mohsin) નામના વ્યક્તિએ તેના 3 મિત્રો સાથે મળીને શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર હોટલની બહાર જઈને કપલ (Couples) પાસેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

Advertisement

નકલી પોલીસ બની કપલને લૂટી લીધા

થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના મેમકો વિસ્તારમાં આવેલા હીરાવાડી નજીક અનિતા ગેસ્ટ હાઉસની આસપાસ આ લોકો મોટર સાયકલ લઈને ફરતા હતા. તે દરમિયાન અનિતા ગેસ્ટ હાઉસમાંથી રાત્રિના સમયે એક કપલ બહાર આવ્યું હતું અને મોહસીન અને તેના સાથી મિત્રો કપલ પાસે જઈને કહેવા લાગ્યા કે તમે ખોટું કામ કર્યું છે. તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે અને તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે સાંભળીને યુવકે મામલો રફેદફે કરવાનું કહ્યું હતું. જેને લઇને યુવક પાસે 1.69 લાખ રૂપિયા માંગ્યા હતા, જે યુવક પાસે રોકડના હોવાથી ATM માંથી 50 હજાર રૂપિયા ઉપાડીને આપ્યા હતા. મૂળ અમદાવાદ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા યુવાન સાથે મેમકો વિસ્તારમાં ઘટના બનતા શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને આસપાસના વિસ્તારના CCTV તેમજ લોકલ હ્યુમન સોર્સના મદદથી 3 આરોપીઓની તરફ પકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

મોહસીન શેખ, મોહમ્મદ ઈમ્તિયાઝ શેખ અને મોહમ્મદ રફીક શેખ સાથે અન્ય એક અજાણી વ્યક્તિ મળીને અમદાવાદ શહેરની અંદર આવેલી હોટલો નજીક ઉભા રહેતા હતા. તેઓ અહીં ઉભા રહેતા અને હોટલોમાંથી બહાર આવતા કપલને ડરાવી ધમકાવીને તેમની પાસેથી રૂપિયાની લૂંટ ચલાવતા હતા. અત્યાર સુધી આ તમામ આરોપીઓ સાથે મળીને શહેરના અલગ-અલગ વિસ્તારમાં કુલ 3 થી 4 હોટલોની બહાર કપલો પાસેથી લૂંટ ચલાવી છે. આરોપીઓ પોતે પોલીસમાં હોવાનું જણાવે અને પોતાની બાઈકમાં પોલીસ પાસે હોય તેવો દંડો પણ રાખતા હતા કે જેથી સામાન્ય નાગરિકને તેના ઉપર કુશંકા ન જાય.

Advertisement

અહેવાલ - પ્રદિપ કચીયા

આ પણ વાંચો - PADRA : ચેક પોસ્ટ ઉપરથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 4 લાખનો મુદામાલ કરાયો જપ્ત

Advertisement

આ પણ વાંચો - Sola Civil Doctors: GMERS માં અભ્યાસ કરતા રેસીડેન્ટ વિદ્યાર્થીઓ અને તબીબોમાં દ્વારા રોષ આંદોલનની ચીમકી

Tags :
Advertisement

.