ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીમાં થશે વધારો! LG એ NIA તપાસની કરી ભલામણ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) વચ્ચે દિલ્હીના મુંખ્યમંત્રી (Delhi Chief Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે...
09:08 PM May 06, 2024 IST | Hardik Shah
NIA investigation

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) વચ્ચે દિલ્હીના મુંખ્યમંત્રી (Delhi Chief Minister) અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Delhi Lieutenant Governor VK Saxena) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વિરુદ્ધ NIA તપાસની ભલામણ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજભવનને એક ફરિયાદ મળી હતી જેમાં કેજરીવાલ પર ખાલિસ્તાની આતંકવાદી સંગઠન પાસેથી પૈસા લેવાનો આરોપ છે.

ખાલિસ્તાન સમર્થકોને પ્રોત્સાહન આપવાનો આરોપ

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શીખ ફોર જસ્ટિસ પાસેથી ફંડિંગ લેવાના મામલામાં સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની ભલામણ કરી છે. તેમણે ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ માંગણી કરી છે. કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં પહેલાથી જ જેલમાં છે, આવી સ્થિતિમાં NIA તપાસને લઈને લખવામાં આવેલો પત્ર તેમની મુશ્કેલીમાં વધુ વધારો કરી શકે છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ માંગણી કરી છે. ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, આ આરોપો CM વિરુદ્ધ છે અને આરોપો રાજકીય પક્ષને લાખો ડોલરના કથિત ફંડિંગ સાથે સંબંધિત છે. આ કેસમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ફોરેન્સિક ટેસ્ટ પણ જરૂરી છે.

LGને ફરિયાદ મળી હતી કે, આમ આદમી પાર્ટીએ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ અને ખાલિસ્તાની તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે US $16 મિલિયન લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના પત્રમાં કેજરીવાલ દ્વારા 2014માં ઈકબાલ સિંહને મોકલેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં લખ્યું હતું કે, AAP સરકારે પહેલાથી જ રાષ્ટ્રપતિને પ્રોફેસર ભુલ્લરને મુક્ત કરવાની ભલામણ કરી હતી. SIT રચના સહિત અનેક મુદ્દાઓ પર પણ સહાનુભૂતિપૂર્વક અને સમયસર કામ કરશે.

કેજરીવાલ તિહાર જેલમાં છે બંધ

આ પગલું ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ કેજરીવાલને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા કરે તેના એક દિવસ પહેલા આવ્યું છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે.  ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે તેમની ધરપકડ અને EDના રિમાન્ડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેના પર આવતીકાલે નિર્ણય આવી શકે છે.

AAPએ ભાજપનું કાવતરું હોવાનું જણાવ્યું

AAP નેતાઓએ આ મામલે ભાજપ અને લેફ્ટનન્ટ ગવર્નર પર પ્રહારો કર્યા છે. દિલ્હીના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે સોમવારે કહ્યું, 'LG BJPના એજન્ટ છે. BJP ના ઈશારે CM કેજરીવાલ વિરુદ્ધ આ વધુ એક મોટું ષડયંત્ર છે. BJP દિલ્હીની તમામ સાત બેઠકો ગુમાવી રહી છે અને તેથી ચિંતિત છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે આ ષડયંત્ર રચ્યું હતું.

આ પણ વાંચો - ચૂંટણી છે માટે કેજરીવાલની જામીન અરજી પર વિચારણા કરીશું: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો - “Delhi CM કેજરીવાલનું ઇન્સ્યુલિન ડૉક્ટરોએ બંધ કરેલું “: LG વીકે સક્સેના

Tags :
Aam Aadmi PartyAam Admi PartyAam Admi Party NewsAAPaap aadmi party Sikh for justiceArvind KejriwalArvind Kejriwal NIA investigationDelhi Chief MinisterDelhi CMdelhi cm arvind kejriwalDelhi CM Arvind Kejriwal arrested by EDdelhi lgdonationFundhindi newsKejriwal investigationKhalistanikhalistani terroristsLG V K SAKSENALok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionNIANIA investigationnia investigatrionPANNUSikh for JusticeSikh for justice donation casesikh for justice funding
Next Article