મૃતકોના પરિવારને 10-10 લાખના વળતરની દિલ્હી CMએ કરી જાહેરાત, મેજિસ્ટ્રેટ તપાસના આપ્યા આદેશ
શુક્રવારે દિલ્હીના મુંડકામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. વળી, 12 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વળી આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મુંડકા અગ્નિકાંડની ઘટના બાદ દિલ્હીના
Advertisement
શુક્રવારે દિલ્હીના મુંડકામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. વળી, 12 લોકો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વળી આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
મુંડકા અગ્નિકાંડની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાસ્થળે જ રાહતકર્મીઓ સાથે વાત કરી હતી. સ્થળ પર હાજર અધિકારીઓએ તેમને આગની ઘટના વિશે માહિતી આપી. મુખ્યમંત્રી કેજરીવાલની સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ હાજર છે. આ પછી કેજરીવાલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ અને મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
Advertisement
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક મદદ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અકસ્માત માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે, આગ ઇલેક્ટ્રિક વિસ્ફોટના કારણે લાગી હતી. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની ધારણા છે કારણ કે કાટમાળમાંથી ઘણા સળગેલા અવશેષો મળી આવ્યા છે. અતુલ ગર્ગે કહ્યું છે કે, મુંડકામાં શુક્રવારે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી તેમાં ઘણી મોટી ખામીઓ હતી. ગર્ગે જણાવ્યું હતું કે, બિલ્ડિંગને સાફ કરવામાં આવ્યું ન હતું અને તેની પાસે એનઓસી નહોતું, માત્ર એક બહાર નીકળવાનો દરવાજો હતો અને અગ્નિ સુરક્ષા નહોતી. "આ ઉપરાંત, એક રૂમમાં 50-60 લોકો હતા અને રૂમ બહારથી બંધ હતો."
Advertisement