Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biparjoy : રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સતત રહ્યા અસરગ્રસ્તોની પડખે

‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શુક્રવારે સીધા SEOC પહોંચ્યા હતા. મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને...
cyclone biparjoy   રાજ્યના cm ભૂપેન્દ્ર પટેલ સતત રહ્યા અસરગ્રસ્તોની પડખે

‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શુક્રવારે સીધા SEOC પહોંચ્યા હતા. મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી: રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડે

Advertisement

  • રાજ્ય સરકારના આગોતરા આયોજનના પરિણામે વાવાઝોડાના કારણે એક પણ માનવમૃત્યુ નહીં
  • પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, આ સ્થળાંતર ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક
  • લગભગ પાંચ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝુમી આજે આપણે હજારો જીવન બચાવી શક્યા
  • રાજ્યમાં અત્યારસુધીમાં ધરાશાયી થયેલા તમામ ૧૧૩૭ વૃક્ષોને હટાવી ૨૬૦ રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા
  • ભારે પવનથી ૪૬૦૦થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરાઈ

ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ શુક્રવારે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ વિગતવાર માહિતી મેળવી હતી.

Advertisement

રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, આ સ્થળાંતર કદાચ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક હશે. લગભગ પાંચ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝુમી આજે આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ. રાહત કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું.

Advertisement

વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન છે, પરંતુ તેમાંથી પણ ઝડપભેર બહાર આવીશું, તેમ કહેતા પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પરિણામે રાજ્યમાં ૧૧૩૭ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં ૨૬૩ રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને ૨૬૦ રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે ૩ રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૫૧૨૦ જેટલા વીજ થાંભલાઓ પડી જતા ૪૬૦૦થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.

તેમણે નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં ૨૦ કાચા મકાન, ૯ પાકા મકાન અને ૬૫ જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે ૪૭૪ જેટલા કાચા મકાન અને ૨ પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે, ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Cyclone Biparjoy : સરકારનું આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓના કારણે રાજ્ય પરથી ટળી મોટી આફત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.