CSK vs SRH : ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઘૂંટણીએ સનરાઈઝર્સ હૈદરાબાદ, જીત સાથે ટોપ 4 માં મેળવી Entry
CSK vs SRH : રવિવારે IPL 2024 ની બે મેચો રમાઈ હતી. એક અમદાવાદના સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Gujarat Titans and Royal Challengers Bangalore) વચ્ચે તો બીજી ચેન્નઈના સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Chennai Super Kings and Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાઈ હતી. જેમા અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાતની ટીમને બેંગલુરુની ટીમે આસાની હરાવી હતી. ત્યારે બીજી મેચમાં ચેન્નઈની ટીમે (Chennai Team) હૈદરાબાદ વિરુદ્ધ જીત નોંધાવી હતી. ચેન્નઈની આ જીત બાદ પોઈન્ટ્સ ટેબલ (Points Table) નું ગણિત પણ બદલાઈ ગયું છે. તો આવો જાણીએ આ આર્ટિકલમાં કેવી રહી CSK vs SRH મેચ અને ચેન્નઈની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં શું થયો ફેરફાર...
IPLના ઈતિહાસમાં SRH ની આ સૌથી મોટી હાર
જે ટીમ જેણે IPL 2024 માં અન્ય ટીમોની મુસિબતો વધારી દીધી હતી અને જણે ત્રણ વખત 260 રનથી વધુ રન બનાવ્યા હતા, તે ટીમ ગઇકાલની મેચમાં 2013 રનના લક્ષ્યને મેળવી શકી નહીં. જીહા, અમે અહીં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમની વાત કરી રહ્યા છીએ. આ ટીમ ચાલુ સીઝનમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે. જનમુખે ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, આ વખતનું IPL ટાઈટલ SRH ની ટીમ જ લઇ જશે. ગઈકાલે ચેન્નઈની ટીમ (Chennai Team) સામે પણ જ્યારે હૈદરાબાદની ટીમ મેદાને આવી ત્યારે ફેન્સને આશા હતી કે તેમને રોમાંચક મેચ જોવા મળશે. પણ ચેન્નઈની ટીમ આ મેચને આસાનીથી જીતી ગઇ હતી. ટોસ જીતીને SRH ની ટીમે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં SRH ની ટીમ 140 રન પણ બનાવી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું હતું. IPLના ઈતિહાસમાં સનરાઈઝર્સ હૈદરાબાદની આ સૌથી મોટી હાર થઈ છે. લક્ષ્યનો પીછો કરતી વખતે હૈદરાબાદની આ સતત બીજી હાર છે. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
Match 46. Chennai Super Kings Won by 78 Run(s) https://t.co/uZNE6v8QzI #TATAIPL #IPL2024 #CSKvSRH
— IndianPremierLeague (@IPL) April 28, 2024
CSK ની ચેન્નઈના મેદાનમાં Half Century
IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સે 9 મેચ રમીને પાંચમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 10 પોઈન્ટ છે. ચેન્નઈ સુપર કિંગ્સની તેમના હોમ ગ્રાઉન્ડ પર આ 50મી જીત હતી અને આ સાથે ચેન્નાઈ ઘરઆંગણે 50 કે તેથી વધુ મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. IPL માં એક સ્થળે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. મુંબઈનું હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ છે, જ્યાં ટીમે 51 જીત હાંસલ કરી છે. આ યાદીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા સ્થાને છે. કોલકાતાએ ઈડન ગાર્ડનમાં 50 મેચ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગલુરુમાં 41 મેચ જીતી છે. જાણીને નવાઈ લાગશે કે હાલમાં IPL 2024 પોઈન્ટ ટેબલમાં એક કે બે નહીં પરંતુ પાંચ ટીમો છે, જેમના ખાતામાં 10-10 પોઈન્ટ છે. એકમાત્ર ટીમ રાજસ્થાન રોયલ્સ છે, જેણે 16 પોઈન્ટ્સ મેળવ્યા છે અને પ્લેઓફમાં તેમનું સ્થાન લગભગ નિશ્ચિત છે. જ્યારે 10-10 પોઈન્ટ ધરાવતી ટીમોની વાત કરીએ તો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સના નામ સામેલ છે. જોકે, KKR, CSK અને SRH માટે નેટ રન રેટ વધુ સારો છે, જે ટોપ 4માં છે.
Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠
Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K
— IndianPremierLeague (@IPL) April 28, 2024
IPLમાં એક સ્થળ પર સૌથી વધુ જીત
51 - મુંબઈ ઈન્ડિયન્સ (વાનખેડે)
50 - કોલકાતા નાઈટ રાઈડર્સ (ઈડન ગાર્ડન્સ)
50 - ચેન્નઈ સુપર કિંગ્સ (ચેન્નઈ)
41 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગલુરુ)
ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને, ત્રણ ટીમોની વધી મુશ્કેલીઓ
જીત બાદ CSK 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. CSKએ 9માંથી 5 મેચ જીતી છે. તેનો નેટ રન રેટ +0.810 છે. હવે માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નેટ રન રેટના મામલે તેનાથી આગળ છે. ખાસ વાત એ છે કે હવે પાંચ ટીમોના 10 પોઈન્ટ છે. તેથી, IPL માં ઘણી ટીમો વચ્ચે સખત સ્પર્ધા છે. બીજી તરફ ત્રણ ટીમો માટે સ્પર્ધા ખૂબ જ કપરી બની ગઈ છે. પંજાબ કિંગ્સના 9 મેચ બાદ 6 પોઈન્ટ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પણ 9 મેચ બાદ 6 પોઈન્ટ છે. RCB સૌથી નીચે છે. તેના 10 મેચ બાદ તેના 6 પોઈન્ટ છે. જોકે RCB, MI અને PBKS જેવી ટીમો અન્ય ટીમોની રમત બગાડી શકે છે. CSK હવે ત્રીજા સ્થાને આવી ગયું છે, જ્યારે હૈદરાબાદ આ હાર બાદ ચોથા સ્થાને સરકી ગયું છે. રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે લગભગ ક્વોલિફાય થઈ ગઈ છે. બાકીના ત્રણ સ્થાનો માટે KKR, LSG, DC, SRH અને GT જેવી ટીમો વચ્ચે જંગ ખેલાશે.
.@rajasthanroyals are inching closer to the #TATAIPL playoffs 👊
Will they remain at top of the table after 70 games? 🤔 pic.twitter.com/TKLVbchLZB
— IndianPremierLeague (@IPL) April 28, 2024
કેવું રહ્યું હૈદરાબાદનું પ્રદર્શન ?
ઉલ્લેખનીય છે કે, 213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં ઓપનર ટ્રેવિસ હેડ (13)ને તુષાર દેશપાંડેએ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી તુષારે અનમોલપ્રીત સિંહ (0), અભિષેક શર્મા (15)ને પણ આઉટ કર્યા હતા. જોકે, એડન માર્કરામ અને નીતિશ કુમાર રેડ્ડીએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નવમી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ રેડ્ડી (15)ને આઉટ કરીને હૈદરાબાદની આશાઓ પર એક ઝટકો આપ્યો હતો. આ પછી મથિશા પથિરાનાએ એડન માર્કરામ (32)ને પણ પેવેલિયન મોકલ્યો હતો. હેનરિક ક્લાસેન (20), અબ્દુલ સમદ (19), શાહબાઝ અહેમદ (7), પેટ કમિન્સ (5) રન બનાવીને આઉટ થયા હતા. 19મી ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને જયદેવ ઉનડકટ (1)ને આઉટ કરીને હૈદરાબાદની ઇનિંગ્સને 134 રનમાં સમેટી દીધી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તુષાર દેશપાંડેએ 4 વિકેટ ઝડપી હતી. મુસ્તાફિઝુર રહેમાન અને મથિશા પથિરાનાએ 2-2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી.
આ પણ વાંચો - GT vs RCB : વિલ જેક્સની તોફાની સદી, બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત
આ પણ વાંચો - PCB New Coach : ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડી બન્યો પાકિસ્તાને હેડ કોચ