Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈ સુપર કિંગ્સનો હૈદરાબાદ સામે 7 વિકેટે શાનદાર વિજય

ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ આજે ચેન્નાઈના બોલર્સ સામે લાચાર જોવા મળી. નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટના...
ચેન્નાઈ સુપર કિંગ્સનો હૈદરાબાદ સામે 7 વિકેટે શાનદાર વિજય

ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. સીએસકેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ આજે ચેન્નાઈના બોલર્સ સામે લાચાર જોવા મળી. નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટના  ભોગે 134 રન જ કરી શકી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે આ ટાર્ગેટ 19મી ઓવરમાં 3 વિકેટના ભોગે ચેઝ કરી લીધો.

Advertisement

ચેન્નાઈની ઈનિંગ
135 રનના સામાન્ય ટાર્ગેટને ચેઝ  કરવા માટે ઉતરેલી ચેન્નાઈની ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ શરૂઆત કરી. કોનવેએ 54 બોલમાં 68 રન કર્યા જ્યારે ગાયકવાડે 30 બોલમાં 35 રન કર્યા. ચેન્નાઈની ટીમે 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો આમ ચેન્નાઈની ટીમની 7 વિકેટથી જીત થઈ. હૈદરાબાદની ટીમ તરફથી મયંક માર્કેંડેયે 2 વિકેટ લીધી

Advertisement

હૈદરાબાદની ઈનિંગ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ તરફથી ઓપનિંગ હૈરી બ્રુક અને અભિષેક શર્માએ કર્યું. જો કે પાર્ટનરશીપ બહુ લાંબી ચાલી નહીં અને 35 રને જ બ્રુક આઉટ થઈ ગયો. હૈદરાબાદના કોઈ પણ બેટર આજે ચેન્નાઈના બોલર્સનો સામનો કરી શક્યા નહીં. રવિન્દ્ર જાડેજાએ આજે પણ કમાલ કરી નાખ્યો અને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી. જ્યારે આકાશ સિંહ, મહીશ થીક્ષાના અને મથીશા પથિરાનાએ 1-1 વિકેટ લીધી. હૈદરાબાદની ટીમ 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 134 રન જ કરી શકી અને ચેન્નાઈની ટીમને 135 રનનો લક્ષ્યાંક મળ્યો.

Advertisement

આપણ  વાંચો- IPL 2023 પ્લેઓફ મેચોની તારીખ જાહેર, આ શહેરમાં રમાશે ફાઈનલ મેચ

Tags :
Advertisement

.