પ્લેઓફની રેસમાં બની રહેવા KKR અને SRH ને આજની મેચ જીતવી જરૂરી
IPL 2022 ની 61મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો પુણેમાં સાંજે 7:30 વાગ્યે આમને-સામને જોવા મળશે. આ મેચ કોલકતા અને હૈદરાબાદ બંને માટે ખૂબ જ મહત્વની છે. આજની મેચ જો કોલકતાની ટીમ હારી તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે હૈદરાબાદને પ્લેઓફમાં અન્ય ટીમોને ટક્કર આપવા આ મેચ જીતવી જરૂરી છે. પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરીઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15
Advertisement
IPL 2022 ની 61મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો પુણેમાં સાંજે 7:30 વાગ્યે આમને-સામને જોવા મળશે. આ મેચ કોલકતા અને હૈદરાબાદ બંને માટે ખૂબ જ મહત્વની છે. આજની મેચ જો કોલકતાની ટીમ હારી તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે હૈદરાબાદને પ્લેઓફમાં અન્ય ટીમોને ટક્કર આપવા આ મેચ જીતવી જરૂરી છે.
પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામનો જોવા મળશે. આ સિઝનમાં બંને વચ્ચે આ બીજી મેચ છે. પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકતાને 7 વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં કોલકાતાની ટીમ પોતાની જૂની હાર ભૂલીને એકવાર ફરી પાટે આવવા માગે છે અને પોઈન્ટ ટેબલ પર છલાંગ લગાવવા માગે છે, કારણ કે પ્લેઓફમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
કોલકતાનો સ્ટાર ઓલરાઉન્ડર પેટ કમિન્સ બાકીની મેચમાંથી બહાર
કોલકાતા નાઈટ રાઈડર્સ જો પ્લેઓફની રેસમાં રહેવા ઈચ્છે છે તો તેના માટે આજની મેચ કરો યા મરોની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, જેણે અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમા તે 7 મેચ હારી છે, જ્યારે 5 મેચ જીતી છે. ટીમના 10 પોઈન્ટ છે અને તેણે હજુ આ મેચ સહિત 2 મેચ રમવાની છે. જો KKR હવે બે મેચ જીતે તો પણ તેના ખાતામાં 14 પોઈન્ટ થઈ જશે, એટલે કે તે પછી પણ પ્લેઓફમાં પહોંચવાની કોઈ ગેરંટી નથી પરંતુ આશાઓ અકબંધ રહેશે. KKR માટે એક ખરાબ સમાચાર એ પણ છે કે સ્ટાર ઓલરાઉન્ડર પેટ કમિન્સ બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેશે હૈદરાબાદનું ભાવિ
સનરાઈઝર્સ હૈદરાબાદ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ સતત મેચ હાર્યા બાદ મુશ્કેલીમાં છે. જોકે, હૈદરાબાદ હજુ પણ પ્લેઓફ માટે ફેવરીટ ટીમ છે. હૈદરાબાદે અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાંથી તેણે 5માં જીત મેળવી છે અને તેના 10 પોઈન્ટ છે. એટલે કે જો ટીમ આગામી 3 મેચ જીતી જશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે, તેની કોઈ ગેરંટી નથી પરંતુ તે પછી ટીમની આશા વધી જશે. હૈદરાબાદ માટે પણ કપરો સમય છે, હૈદરાબાદનું ભાવિ અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેશે. ટીમનું પ્રથમ લક્ષ્ય 16 પોઈન્ટ મેળવવાનું છે, જો ટીમ KKR સામે હારી જાય તો પણ તે પ્લેઓફની રેસમાંથી બહાર નહીં થાય પરંતુ આશાઓ શૂન્ય બરોબર રહેશે.
કેવી છે પિચ
આજે KKR અને હૈદરાબાદ વચ્ચેની મેચ પુણેના MCA સ્ટેડિયમમાં રમાશે. MCA સ્ટેડિયમની પિચ શરૂઆતમાં બેટ્સમેનોને મદદ કરે છે પરંતુ રમત આગળ વધે તેમ સ્પિનરોને પણ મદદ કરે છે. આ પિચ પર અત્યાર સુધીમાં IPL 2022ની 12 મેચ રમાઈ છે. જેમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ માત્ર ત્રણ વખત જીતી શકી છે જ્યારે 9 મેચમાં પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.
કોનું પલડું રહ્યું છે ભારે
હૈદરાબાદ સામે કોલકતાનું પલડું ભારે છે. IPLમાં અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 22 મેચ થઇ ચુકી છે, જેમાં KKRનો હાથ ઉપર રહ્યો છે. KKR એ 14 વખત હૈદરાબાદને હરાવ્યું છે, વળી હૈદરાબાદની ટીમે KKRને માત્ર 8 મેચમાં હરાવ્યું હતું.