રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 23 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું
IPL 2022 ની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ
ઈન્ડિયન્સને 23
રને હરાવીને
સતત બીજી મેચ જીતી હતી. આ જીત સાથે રાજસ્થાન KKRને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
પહોંચી ગયું છે. રાજસ્થાને અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ
કરતા RRએ જોસ બટલરની સદીની મદદથી 20 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 170 રન જ બનાવી શકી હતી.
2 wins in a row for @rajasthanroyals as they beat Mumbai Indians by 23 runs 👏👏
Scorecard ➡️ https://t.co/VsJIgyi126 #MIvRR #TATAIPL pic.twitter.com/LyxNwkv7ty
— IndianPremierLeague (@IPL) April 2, 2022
" title="" target="">javascript:nicTemp();
મુંબઈ તરફથી ઈશાન કિશન અને તિલક વર્માએ
અડધી સદી ફટકારી હતી જ્યારે રાજસ્થાન તરફથી નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ
કરવાનો નિર્ણય કરતાં જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ રાજસ્થાનની ટીમ માટે ઓપનિંગ કરવા
આવ્યા હતા,
પરંતુ
જયસ્વાલ (1)
ત્રીજી
ઓવરમાં જસપ્રિત બુમરાહનો શિકાર બન્યો હતો. રાજસ્થાનને બીજો ફટકો દેવદત્ત પડિક્કલ (7)ના રૂપમાં લાગ્યો હતો. રાજસ્થાનને ત્રીજો
ફટકો કેપ્ટન સંજુ સેમસન (30)ના રૂપમાં લાગ્યો હતો. ચોથી વિકેટ શિમરોન હેટમાયરના રૂપમાં પડી જે 35 રન બનાવી શક્યો હતો, જ્યારે જોસ બટલર 100 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો.
અશ્વિન એક રન બનાવીને રનઆઉટ થયો હતો. નવદીપ સૈની સાતમી વિકેટ માટે 2 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે રિયાન પરાગ
5
રનના અંગત
સ્કોર પર હતો.