SRH vs CSK: ચેન્નઈને કોની નજર લાગી! ધોનીની આ સતત બીજી હાર, હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું
SRH vs CSK: પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે થયો હતો. આ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે હાર્યા બાદ હવે ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ચેન્નઈના ફેન્સમાં અત્યારે માયુસી છવાઈ ગઈ છે. તેમને જણાવી દઈએ કે, આ એ જ ટીમ છે જેણે IPLની આ સિઝનમાં આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કર્યો હતો. આઈપીએલ 2024 સીઝનની 18મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
વર્તમાન ચેમ્પિયન CSKની આ સતત બીજી હાર
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે એઇડન માર્કરામે 36 બોલમાં સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. વર્તમાન ચેમ્પિયન CSKની આ સતત બીજી હાર છે. વર્તમાન સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમવા આવેલા નીતીશ રેડ્ડીએ છગ્ગા સાથે મેચ પુરી કરી હતી. તેણે ઇનિંગની 19મી ઓવરના પહેલા બોલ પર દીપક ચહરને શક્તિશાળી સિક્સર ફટકારી હતી. આની પહેલા દિલ્હી સામે રમાયેલ મેચમાં પણ ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો હતો. તો આજે બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ચાર મેચમાં આ બીજી જીત હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનું સ્કોરકાર્ડ (166/4, 18.1 ઓવર) | |
બેટ્સમેન | રન |
અભિષેક શર્મા | 37(12) |
ટ્રેવિસ હેડ | 31(24) |
એઈડન માર્કરામ | 50(36) |
શાહબાઝ અહેમદ | 18(19) |
હેનરિક ક્લાસેન | 10(11)* |
નીતિશ રેડ્ડી | 14(8)* |
નોંધનીય છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કેપ્ટન એડન માર્કરામે 36 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે ઈમ્પેક્ટ પ્લેયર હેડે 24 બોલમાં 31 રનની ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્કોરકાર્ડ (165/5, 20 ઓવર) | |
બેટ્સમેન | રન |
રચિન રવિન્દ્ર | 12(9) |
રૂતુરાજ ગાયકવાડ | 26(21) |
શિવમ દુબે | 45(24) |
અજિંક્ય રહાણે | 35(30) |
ડેરીલ મિશેલ | 13(11) |
રવિદ્ર જાડેજા | 31(23)* |
MS ધોની | 1(2)* |
IPL 2024માં, ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી ચારમાંથી બે મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ચારમાંથી 2 મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 20 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન CSKએ 14 મેચ જીતી છે. જ્યારે સનરાઇઝર્સે છ મેચ જીતી છે.