ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cricket News : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે રમાશે આગામી મેચ?

ક્રિકેટ ચાહકો (Cricket fans) હંમેશા ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની રાહ જોતા હોય છે. હાલમાં જ ટીમ ઈન્ડિયા (Team India) એ T20 World Cup 2024માં પાકિસ્તાન (Pakistan) ને હરાવ્યું હતું. હવે આ બંને ટીમો વચ્ચે આગામી મેચની...
09:15 PM Jul 03, 2024 IST | Hardik Shah
India vs Pakistan Crciket News

ક્રિકેટ ચાહકો (Cricket fans) હંમેશા ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની રાહ જોતા હોય છે. હાલમાં જ ટીમ ઈન્ડિયા (Team India) એ T20 World Cup 2024માં પાકિસ્તાન (Pakistan) ને હરાવ્યું હતું. હવે આ બંને ટીમો વચ્ચે આગામી મેચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે આ મેચ હજુ સુધી કન્ફર્મ થઈ નથી. અમે વાત કરી રહ્યા છીએ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની. PCB એ આ ટૂર્નામેન્ટ માટે શેડ્યૂલ તૈયાર કરી લીધું છે. તેણે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની તારીખ નક્કી કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને આપવામાં આવ્યું

PCB એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) નો ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને આપી દીધો છે. આ વખતે પાકિસ્તાન (Pakistan) ચેમ્પિયનશિપ ટ્રોફી (Champions Trophy) નું આયોજન કરી રહ્યું છે. PCB એ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની તારીખ 1 માર્ચ નક્કી કરી છે. આ મેચ લાહોર (Lahor) માં રમાશે. જો કે, આ મેચ થશે કે નહીં તે હજુ નક્કી નથી કારણ કે ભારત સરકારે હજુ સુધી ટીમ ઈન્ડિયા (Team India) ને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી નથી. PCB ના ડ્રાફ્ટ અનુસાર આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે (Reserve Day) રાખવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 9 માર્ચે યોજાશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. જ્યારે ગ્રુપ B માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. PCB ના અધ્યક્ષ મોહસિન નકવીને તાજેતરમાં ICC ની એક ઈવેન્ટમાં હેડ ક્રિસ ટેટલી મળ્યા હતા. જણાવી દઈએ કે BCCI એ હજુ સુધી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે કોઈ સંમતિ આપી નથી. BCCI પહેલા ભારત સરકાર સાથે વાત કરશે, ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ પહેલા પણ એશિયા કપ (Asia Cup) દરમિયાન ભારત પાકિસ્તાન ગયું ન હતું. ત્યારબાદ ભારતે શ્રીલંકામાં મેચ રમી હતી.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ નહીં રમે એક પણ શ્રેણી, જાણો શું છે કારણ

આ પણ વાંચો - TEAM INDIA : ભારત આવવા રવાના થઈ TEAM INDIA, PM મોદી સાથે કરશે મુલાકાત

Tags :
2025ApprovalAsia CupBCCIChampions Trophy 2025Champions Trophy 2025 ScheduleChampions Trophy FormatChampions Trophy Schedule 2025Cricket fansGovernment of IndiaGujarat FirstHardik ShahICCInd vs Pak LahoreIndia and PakistanIndia vs PakistanIndia vs Pakistan March 1Indian Cricket TeamLahoreLatest Cricket NewsPakistanPCBscheduleSecurity reasonsT20-World-Cup-2024Team IndiaTeam India will go to Pakistan
Next Article