Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Champions Trophy 2025 : ICC ની પાકિસ્તાનને ઝાટકણી!

આગામી 2025 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે. ભારતે પાકિસ્તાનના પ્રવાસનો ઇનકાર કરતાં PCB ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ 16 થી 24 નવેમ્બર સુધી પાકિસ્તાનમાં શરૂ થયો છે. PCB એ ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો, જેનો BCCI એ વિરોધ કર્યો હતો. ICC એ PCB ને વિવાદાસ્પદ સ્થળોમાં ટ્રોફીનો પ્રવાસ રદ કરવાનો આદેશ આપ્યો છે. PCB એ PoK માં યોજાનારા કાર્યક્રમો રદ કરી દીધા છે. ICC એ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવાનું સૂચવ્યું છે.
champions trophy 2025   icc ની પાકિસ્તાનને ઝાટકણી
Advertisement
  • ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાનનું સ્વપ્ન તૂટ્યું, BCCIનો વિરોધ
  • ICC ચેમ્પિયન્સ ટ્રોફી : PoK માં ટ્રોફી પ્રવાસ પર રોક
  • ચેમ્પિયન્સ ટ્રોફી : PCBને ICCની ઝાંટકણી

Champions Trophy 2025 : આગામી 2025 ની ICC Champions Trophy પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. આ નિર્ણયથી પાકિસ્તાની ચાહકોનું સ્વપ્ન તૂટી ગયું છે, કારણ કે તેઓ પોતાના દેશમાં ભારતીય સ્ટાર ક્રિકેટરોને રમતા જોવા ઈચ્છતા હતા. આ સ્થિતિ વચ્ચે ICC દ્વારા ટ્રોફીનો પાકિસ્તાન પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે, જે 16 થી 24 નવેમ્બર સુધી ચાલશે. જેને લઇને BCCI પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પર હવે ICC એ PCB ને ઝાંટકણી કાઢી હતી.

પાકિસ્તાની પ્રદેશમાં ટ્રોફીનો પ્રવાસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 16 નવેમ્બરે ટ્રોફી પ્રવાસ શરૂ કર્યો, જેમાં દેશના મુખ્ય સ્થળો સહિત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના કેટલાક શહેરોનો સમાવેશ થાય છે. PCBના આયોજન મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ત્રણ શહેરો, સ્કર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં લઈ જવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે,PCBએ K2 પર્વત શિખર પર પણ ટ્રોફી લઈ જવાની જાહેરાત કરી હતી. ટ્રોફીનો મુખ્ય ઉદ્દેશ પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ આ આયોજન પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાત્કાલિક વાંધો ઉઠાવ્યો હતો.

Advertisement

Advertisement

ICC દ્વારા વિવાદાસ્પદ સ્થળોમાં પ્રવાસ પર રોક

BCCIના વાંધા બાદ આ મુદ્દાને લઈ ICCએPCBને આદેશ આપ્યો કે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈપણ વિવાદાસ્પદ સ્થળે નહીં લઈ જવાય. પરિણામે, PCBએ PoKમાં યોજાનારા કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાન માટે મોટા આંચકા બરાબર છે, કારણ કે PoKમાં ટ્રોફી લઈ જવી તેમનાં પ્રારંભિક આયોજનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.

હાઇબ્રિડ મોડલ અંગે ચર્ચા

ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવાનું સૂચવવામાં આવ્યું છે. PCB પાસેથી આ અંગે સંમતિ માંગવામાં આવી છે, કારણ કે ભારતે પાકિસ્તાન પ્રવાસનો ઇનકાર કર્યો છે. PCBએ લાહોરમાં ટ્રોફીનું અનાવરણ પણ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ અંતિમ કાર્યક્રમ અંગે હજુ સુધી ICC દ્વારા કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

ટ્રોફીને 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી પાકિસ્તાનમાં ફેરવવાની હતી

ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી હતી. આ પછી, ટ્રોફીને 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સમગ્ર પાકિસ્તાનમાં લઈ જવાની હતી. PCBએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ દરમિયાન PCBએ કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી સ્કાર્દુ, મુર્રી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરી નથી. આ ટ્રોફી એવા સમયે આવી છે જ્યારે ICC એ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટને 'હાઇબ્રિડ મોડલ'માં યોજવા અંગે PCB પાસેથી જવાબ માંગ્યો છે જ્યારે ભારતે ટૂર્નામેન્ટ માટે દેશમાં પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું.

આ પણ વાંચો:  Champions Trophy 2025 : વિવાદો વચ્ચે PCBનો મોટો નિર્ણય!

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ

featured-img
જૂનાગઢ

Junagadh: ઝેરી મધમાખીઓના ઝુંડે ખેડૂત પર કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત

featured-img
રાજકોટ

Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

featured-img
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડીથી હત્યા

featured-img
Top News

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

featured-img
રાષ્ટ્રીય

'હું ગોવાના CMની પત્ની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપું.', કોર્ટમાં બોલ્યા AAP સાંસદ સંજય સિંહ

×

Live Tv

Trending News

.

×