ICC એ જાહેર કરી ODI Rankings, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને થયો ફાયદો
ICC એ ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી દીધી છે. જેમાં ભારતીય ખેલાડીઓનો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. Team India ના ત્રણ ખેલાડીઓ Subaman Gill (759 પોઈન્ટ), Virat Kohli (715 પોઈન્ટ) અને Rohit Sharma (707 પોઈન્ટ) 50 ઓવરના ફોર્મેટના ટોપ-10 બેટ્સમેનોની રેન્કિંગમાં સામેલ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 9મા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી આઠમા અને શુભમન ગિલ બીજા નંબર પર છે.
ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓને લાભ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ટોપ-10 ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. કોહલી 8મા સ્થાને છે અને રોહિતને 1 સ્થાનનો ફાયદો થયો છે અને તે 9મા સ્થાને પહોંચી ગયો છે.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ રેન્કિંગમાં નંબર-1 પર યથાવત છે. કપ્તાન રોહિત શર્મા સાથે 121 રનની ઓપનિંગ પાર્ટનરશીપમાં 58 રન બનાવવાનું પરિણામ ગિલનો રેન્કિંગમાં ઉછાળો છે. દરમિયાન, શર્મા અને વિરાટ કોહલીએ બે-બે ક્રમાંક મેળવ્યો છે અને હવે તેઓ અનુક્રમે આઠમા અને નવમા સ્થાને છે. રોહિત શર્માને શ્રીલંકા સામે અડધી સદીની મદદ મળી હતી, જ્યારે કોહલીનું રેન્કિંગ પાકિસ્તાન સામેના તેના નોટ આઉટ 122 રનને કારણે વધ્યું હતું.
Race for the top spot heats up 🔥
India’s top performers make significant gains in the latest @MRFWorldwide ICC Men’s ODI Batting Rankings.#ICCRankings | Details 👇https://t.co/AmRI1lbFBG
— ICC (@ICC) September 13, 2023
આ ખેલાડીઓને પણ ફાયદો થયો
પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારનાર કેએલ રાહુલને પણ 3 સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 37મા નંબર પર આવી ગયો છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે શાનદાર પ્રદર્શન કરી રહેલો ડેવિડ વોર્નર 739 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-4 પર પહોંચી ગયો છે. અગાઉ તે છઠ્ઠા સ્થાને હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશનને 2 સ્થાનનો ફાયદો થયો છે અને હવે આ ખેલાડી 22માં સ્થાને આવી ગયો છે. એટલું જ નહીં, જો બોલરોની વાત કરીએ તો એશિયા કપમાં વિપક્ષી બેટ્સમેનોને પોતાની સ્પિનથી પરેશાન કરનાર કુલદીપ યાદવ (656 પોઈન્ટ) પણ સાતમા સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ સિવાય બોલરોની રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ (643 પોઈન્ટ) 9મા સ્થાને છે.
પાકિસ્તાનના ત્રણ બેટ્સમેન પણ ટોપ 10માં સામેલ
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ટોચના 10માં પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર પણ છે. કેપ્ટન બાબર આઝમ ટોચના સ્થાને છે, જે ગિલ કરતા 100 રેટિંગ પોઈન્ટ્સ આગળ છે, જ્યારે ઈમામ-ઉલ-હક અને ફખર ઝમાન અનુક્રમે પાંચમા અને દસમા સ્થાને છે.
ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક એકમાત્ર ભારતીય ખેલાડી...
ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા એકમાત્ર ભારતીય ખેલાડી છે જે ટોપ 10ની યાદીમાં સામેલ છે. હાર્દિકને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 237 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં શાકિબ અલ હસન ટોપ પર છે જેના 363 પોઈન્ટ છે. બોલરોની રેન્કિંગમાં જોશ હેઝલવુડ 692 પોઈન્ટ સાથે ટોપ પર એટલે કે નંબર 1 સ્થાન પર છે, જ્યારે બાબર આઝમ 863 પોઈન્ટ સાથે ICC રેન્કિંગ અનુસાર નંબર 1 બેટ્સમેન છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે