Cricket News : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે રમાશે આગામી મેચ?
ક્રિકેટ ચાહકો (Cricket fans) હંમેશા ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની રાહ જોતા હોય છે. હાલમાં જ ટીમ ઈન્ડિયા (Team India) એ T20 World Cup 2024માં પાકિસ્તાન (Pakistan) ને હરાવ્યું હતું. હવે આ બંને ટીમો વચ્ચે આગામી મેચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે આ મેચ હજુ સુધી કન્ફર્મ થઈ નથી. અમે વાત કરી રહ્યા છીએ ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની. PCB એ આ ટૂર્નામેન્ટ માટે શેડ્યૂલ તૈયાર કરી લીધું છે. તેણે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની તારીખ નક્કી કરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને આપવામાં આવ્યું
PCB એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) નો ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને આપી દીધો છે. આ વખતે પાકિસ્તાન (Pakistan) ચેમ્પિયનશિપ ટ્રોફી (Champions Trophy) નું આયોજન કરી રહ્યું છે. PCB એ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની તારીખ 1 માર્ચ નક્કી કરી છે. આ મેચ લાહોર (Lahor) માં રમાશે. જો કે, આ મેચ થશે કે નહીં તે હજુ નક્કી નથી કારણ કે ભારત સરકારે હજુ સુધી ટીમ ઈન્ડિયા (Team India) ને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપી નથી. PCB ના ડ્રાફ્ટ અનુસાર આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે (Reserve Day) રાખવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 9 માર્ચે યોજાશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. જ્યારે ગ્રુપ B માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. PCB ના અધ્યક્ષ મોહસિન નકવીને તાજેતરમાં ICC ની એક ઈવેન્ટમાં હેડ ક્રિસ ટેટલી મળ્યા હતા. જણાવી દઈએ કે BCCI એ હજુ સુધી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે કોઈ સંમતિ આપી નથી. BCCI પહેલા ભારત સરકાર સાથે વાત કરશે, ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ પહેલા પણ એશિયા કપ (Asia Cup) દરમિયાન ભારત પાકિસ્તાન ગયું ન હતું. ત્યારબાદ ભારતે શ્રીલંકામાં મેચ રમી હતી.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ નહીં રમે એક પણ શ્રેણી, જાણો શું છે કારણ
આ પણ વાંચો - TEAM INDIA : ભારત આવવા રવાના થઈ TEAM INDIA, PM મોદી સાથે કરશે મુલાકાત