Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિપરજોય વાવાઝોડાનો તાંડવ, ક્યાક ભારે પવન તો ક્યાક પડ્યો ભારે વરસાદ

લગભગ 10 દિવસ અરબી સમુદ્રમાં રહ્યા બાદ ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદરે પહોંચ્યું હતું. પરિણામે, રાજ્યના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડાની એન્ટ્રી સાથે જ પવનની ઝડપ...
બિપરજોય વાવાઝોડાનો તાંડવ  ક્યાક ભારે પવન તો ક્યાક પડ્યો ભારે વરસાદ
Advertisement

લગભગ 10 દિવસ અરબી સમુદ્રમાં રહ્યા બાદ ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદરે પહોંચ્યું હતું. પરિણામે, રાજ્યના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડાની એન્ટ્રી સાથે જ પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાકની હતી. જેના કારણે રાજ્યમાં ક્યાક ભારે પવન તો ક્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.

Advertisement

બિપરજોયના કારણે ક્યાક ભારે પવન તો ક્યાક ભારે વરસાદ

Advertisement

ચક્રવાતી વાવાઝોડાએ લેન્ડફોલ પછી વિનાશનું પગેરું છોડી દીધું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ વાવાઝોડાના કારણે 5,120 વીજ થાંભલાઓને નુકસાન થયું છે. જ્યારે 4,600 ગામો વીજળીથી વંચિત થઇ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 3,580 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે 1,000 થી વધુ ગામો હજુ પણ વીજળી વગરના છે. 600 જેટલાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને વૃક્ષો પડવાને કારણે ત્રણ રાજ્ય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. તેનાથી 5,120 વીજ થાંભલાઓને નુકસાન થયું હતું. 4,600 ગામો વીજળીથી વંચિત છે. બિપરજોયના આગમન પછી કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. જોકે, આ તમામને લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની પૂર્વ આયોજીત તૈયારીઓ હતી, જેના કારણે એક મોટી આફત આવ્યા બાદ પણ કોઇ જાનહાની થઇ નથી.

રાજ્યના 171 તાલુકામાં નોંધાયો વરસાદ

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં કુલ 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અંજાર અને મુંદ્રામાં 5 ઈંચ કરતા વધારે અને ખંભાળિયા અને જામનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભુજમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બિપરજોય વાવાઝોડા અસરના કારણે રાજકોટમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લલુડી વોકળીમાં પાણી ભરાઈ જતાં અસરગ્રસ્તો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતા. બિપરજોય વાવાઝોડાની અસર રાજ્ય પર હજુ જોવા મળશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમા કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ક્યા કેટલો વરસાદ

ગાંધીધામ8 ઈંચ
ભૂજ6 ઈંચ
અંજાર5 ઈંચ
મુંદ્રા5 ઈંચ
ખંભાળીયા4 ઈંચ
જામજોધપુર3.5 ઈંચ
દ્વારકા3.5 ઈંચ
કલ્યાણપુર3.5 ઈંચ
વાવ3.5 ઈંચ
કાલાવડ2.75 ઈંચ
માંડવી2.75 ઈંચ
ભચાઉ2.75 ઈંચ
ભાવનગર2 ઈંચ
નખત્રાણા2 ઈંચ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિનો મેળવ્યો તાગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા અને કચ્છ જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને તાજેતરની સ્થિતિની માહિતી મેળવી હતી. આ દરમિયાન, કલેક્ટરે તેમને જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુરુવારે સાંજે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું હતું અને મોડી રાત સુધી તોફાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું કે ચક્રવાતની અસર સમાપ્ત થતાંની સાથે જ પ્રાથમિક નુકસાનનું મૂલ્યાંકન કરવા ગુરુવારે સાંજે જ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો - CYCLONE BIPARJOY : સરકારનું આયોજન અને લેવાયેલા સાવચેતીના પગલાઓના કારણે રાજ્ય પરથી ટળી મોટી આફત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×